Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: પાસના આગેવાનની હત્યાથી ચકચાર, વાંચો શું છે કારણ

ગાંધીનગર સરગાસણ રોડ હડમતીયા વિસ્તારમાં આવેલા સામ્રાજ્ય ફાર્મ હાઉસમાં હત્યાને અંજામ આપ્યો

ગાંધીનગર: પાસના આગેવાનની હત્યાથી ચકચાર, વાંચો શું છે કારણ
X

ગાંધીનગર સરગાસણ રોડ હડમતીયા વિસ્તારમાં આવેલા સામ્રાજ્ય ફાર્મ હાઉસમાં ગઈકાલે શુક્રવારે આઠ મિત્રો દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ દરમિયાન કોઈ બાબતે મિત્રો વચ્ચે માથાકૂટ થતાં એક મિત્રે રિવોલ્વર વડે પાર્ટી પ્લોટના માલિક પ્રવીણ માણીયા છાતીમાં ગોળી ધરબી દેતા તેનું મોત નીપજ્યું હતું. પ્રવીણ મણિયા ભાવનગર કોંગ્રેસના નેતા હતા. પ્રવીણભાઈ ભાવનગર જિલ્લા પંચાયતની બે વખત ચૂંટણી કોંગ્રેસ તરફથી લડ્યા હતા અને હારી ગયા હતા તો પાટીદાર અનામત આંદોલનમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.


ગાંધીનગર હડમતીયા વિસ્તારમાં આવેલા સામ્રાજ્ય પાર્ટી પ્લોટના માલિક પ્રવિણ કલ્યાણ માણીયા, જયદીપસિંહ ગોહિલ, તરુણ સિંહ તેમજ સંતોષ ભરવાડ, હરપાલસિંહ જનક જયરાજસિંહ તેમજ મોહિત એમ આઠ મિત્રો ગઈકાલે દારૂની મહેફિલ માણવા બેઠા હતા. પરમીટની મોંઘીદાટ વિદેશી દારૂની મહેફિલ માણતા સમયે પાર્ટી આપવા બાબતે થોડી તકરાર થઇ હતી. જેથી તમામ મિત્રો અંદર અંદર બાખડી પડ્યા હતા. એવામાં પ્રવીણભાઈ અને જયદીપસિંહ તેમજ તરુણ સિંહ વચ્ચે વધારે માથાકૂટ થઇ હતી. ત્યારે જયદીપસિંહ પોતાની પાસેની રિવોલ્વર કાઢીને પ્રવીણસિંહ છાતીમાં ગોળી ધરબી દીધી હતી જેનાં કારણે પ્રવિણભાઈ સ્થળ પર જ ઢળી પડ્યા હતા. ફાયરિંગ કર્યા પછી જયદીપ સિંહ અને તરુણ સિંહ ઝાલા કારમાં ભાગવા લાગ્યા હતા. તે વખતે સંતોષ ભરવાડ તેને રોકવા માટે પ્રયાસ કર્યો હતો. જેથી જયદીપસિંહ અને તરુણ સિંહ સંતોષને લાફા ઝીંકી દીધા હતા અને ગાડી લઈને ફરાર થઈ ગયા હતા. જેનાં કારણે સંજય ભરવાડ ને પણ ઇજા થઇ હતી આ બનાવની જાણ થતા ગાંધીનગર પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરુ કરી હતી મળતી વિગતો અનુસાર પૈસાની માથાકૂટમાં થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ફાયરીંગમાં પ્રવીણભાઈનું મોત થયું હોવાની ચર્ચા વહેતી થઈ છે.

Next Story