Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: કોલસા કૌભાંડમાં રાજ્ય સરકારે કરી IAS રણજીત કુમારની બદલી

ગુજરાતમાં તાજેતરમાં 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યા બાદ ગુજરાત સરકાર એકા એક એકશનમાં આવી ગઈ છે.

ગાંધીનગર: કોલસા કૌભાંડમાં રાજ્ય સરકારે કરી IAS રણજીત કુમારની બદલી
X

ગુજરાતમાં તાજેતરમાં 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યા બાદ ગુજરાત સરકાર એકા એક એકશનમાં આવી ગઈ છે. સરકારે ગુજરાતના લઘુ ઉદ્યોગ માટે આવતાં કોલસા અંગે નિયંત્રણ કરી રહેલા MSME કમિશનર અને IAS રણજીત કુમારની બદલી કરી દીધી છે

કોલસા કૌભાંડ ના મામલામાં IAS અધિકારી રણજીત કુમાર સામે પ્રથમ દ્રષ્ટિએ બેદરકારીનો કેસ બનતા હોવાથી તેમની બદલી કરી દેવાઈ છે. હવે તેઓ ગુજરાત સરકારના બોર્ડ નિગમોના વાર્ષિક અહેવાલ ની જાળવણી કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ આ કૌભાંડને લઇને ઉદ્યોગ વિભાગ તપાસ ચલાવી રહ્યો છે. જેમાં આ મામલે ઉદ્યોગ કમિશનર અને વિભાગમાં કામ કરી ચૂકેલા તમામ અધિકારીઓની તેમાં કોઇ ભૂમિકા હશે તો તેની પણ તપાસ કરવામાં આવશે. તમામ કસૂરવારો સામે આકરાં પગલાં પણ લેવાશે.સરકારે વર્ષ 2007માં કોલસા અંગે નીતિ બનાવી હતી અને 2008માં તે નીતિને લાગૂ કરી દેવાઇ હતી. જેમાં લઘુ ઉદ્યોગને સસ્તા ભાવે કોલસો કોલ ઇન્ડિયાના માધ્યમથી આપવાનો હતો.

જેમાં દર મહિને વેસ્ટ કોલ ફિલ્ડ અને સાઉથ ઇસ્ટ કોલ ફિલ્ડ થી ઓર્ડર ના હિસાબે કોલસા નો જથ્થો મોકલાયો હતો. જેને સરકાર લાભાર્થી ઉદ્યોગની યાદી એજન્સી મારફતે મોકલે છે. જેની તમામ માહિતી કોલ ઇન્ડિયાને મોકલવાની હોય છે. જો કે, કોલ ઇન્ડિયા મૂકાયેલી તમામ માહિતી ખોટી હોવાનું સામે આવ્યું હતું. મહત્વનું છે કે, ગુજરાતમાં ચાર જેટલી એજન્સી કાર્યરત છે. જેમાં કાઠિયાવાડ કોલ કોક કન્ઝ્યુમર્સ એન્ડ ટ્રેડર્સ એસોસિયેશન ને લઈને દાવો કરવામાં આવ્યો હતો કે, આ એજન્સીનું સરનામું ખોટું છે. બાદમાં તપાસમાં માલૂમ પડ્યું કે, કાઠિયાવાડ એજન્સીનુ સરનામું ખોટુ હોવાનું સામે આવ્યું હતું. તેમજ સૌરાષ્ટ્ર બ્રિકવેટિંગના એડ્રેસ પર ટ્રાવેલ એજન્સીની ઓફિસ ચાલી રહી છે.

Next Story