Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: ગુજરાતી ફિલ્મ જગતના અનેક કલાકારો ભાજપમાં જોડાયા

કચ્છના કોંગ્રેસના આગેવાનો અને ગુજરાત કલા જગતના નામાકિંત કલાકારો આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા ની ઉપસ્થિતિમાં પક્ષમાં જોડાયા હતા

ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે કચ્છના કોંગ્રેસના આગેવાનો અને ગુજરાત કલા જગતના નામાકિંત કલાકારો આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા ની ઉપસ્થિતિમાં પક્ષમાં જોડાયા હતા

ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે આજે પુર્વ નાણામંત્રી બાબુભાઇ શાહના પુત્રી કુમારી જાગૃતિબેન શાહ કે જેઓ કચ્છના પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને મહિલા કોંગ્રેસના પુર્વ ઉપપ્રમુખ રહી ચૂકયા છે પુર્વ નાણામંત્રી બાબુભાઇ શાહના પુત્ર ગૌતમભાઇ શાહ તથા કચ્છ જિલ્લા પુર્વ મહામંત્રી યુવરાજસિંહ લીંબાડા, કોંગ્રેસ શહેરના પુર્વ મહામંત્રી વિજયભાઇ વઢવાણ સહિત 44 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા તો સાથે કલાકાર જગતના જાણીતા કલાકારોમાં ભક્તિબેન કુબાવત, મમતાબેન સોની, જાણીતા અભિનેત્રી ફાલ્ગુનીબેન રાવલ, કામિની બેન પટેલ, હેમાંગભાઈ દવે, હેતલભાઈ ઠક્કર, સની કુમાર, પ્રશાંતભાઇ બારોટ, જ્યોતિબેન શર્મા જોડાયા હતા

પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ તમામ કાર્યકરોને પક્ષમાં આવકાર્તા જણાવ્યું કે, જાગૃતિબેન નું કચ્છ અને રાપર વિસ્તારના વિકાસમાં મોટુ યોગદાન છે અને પક્ષમાં તેમનું સ્વાગત છે. જાગૃતિબેન જેવા મહિલા આગેવાન રાપર જેવા વિસ્તારમાં પણ જીલ્લા પંચાયતમાં ચૂંટાઇને આવ્યા હોય ત્યારે તેઓ ભાજપમાં જોડાતા હોય ત્યારે ચોક્કસ ભાજપ સંગઠન પણ તેમની શક્તિનો લાભ મળશે.કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નેતૃત્વમાં પાર્ટી મજબૂત થઇ રહી છે. અમારી પાર્ટી કાર્યકર્તાઓ ની પાર્ટી છે.

Next Story