ગાંધીનગર: રસ્તે જતી મહિલાઓ સામે અશ્લીલ હરકત કરતા યુવાનની પોલીસે કરી ધરપકડ

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પોલીસ તંત્રની ઊંઘ એક યુવકે હરામ કરી દીધી હતી આ યુવક ગાંધીનગરના કોઈ પણ સેકટરમાં પોતાની કારમાં આવી રોમિયોગીરી કરતો અને યુવકની આવી રોમિયોગીરીથી મહિલાઓ અને યુવતી શરમમાં મુકાઈ જતી હતી અને પોલીસ પહોંચે તે પહેલા આ રોમિયો ફરાર થઇ જતો પણ છેવટે ગાંધીનગર પોલીસે સર્વેલન્સના આધારે આ રોમિયોને પકડી પાડ્યો છે.
છેલ્લા કેટલાક દિવસથી ગાંધીનગર સેકટર 7 અને સેક્ટર 9 ના વિસ્તારમાં રહેતા નાગરિકો દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી હતી કે, એક ઈસમ વ્હાઇટ કલરની નંબર પ્લેટ વગરની ગાડીમાં આવીને એકલ દોકલ અવર જવર કરતી સ્ત્રીઓની સામે આવે છે અને ટી-શર્ટ કાઢી પેન્ટ કાઢી અશ્લીલ હરકતો કરે છે.
જોકે આવી અનેક ફરિયાદો આવતા પોલીસ આરોપીને પકડવા માટે કામે લાગી હતી પણ અનેક વખત પોલીસ પ્રયાસ નિષ્ફળ ગયા હતા કારણ કે રોમિયો રોમિયો ગીરી કરી ગણતરીની મિનિટોમાં ફરાર થઈ જતો હતો.ગાંધીનગર પોલીસે સર્વેલન્સ ટીમની મદદ લીધી અને બાતમીના આધારે એક યુવક કાર લઈને સેકટર 8માંથી સેકટર 9 વિસ્તાર તરફ જતો જાણવા મળતા પોલીસે તેનો પીછો કર્યો હતો. આરોપી સેકટર 9 વિસ્તારમાં એકાંત વાળી જગ્યાએ ગાડી પાર્ક કરીને ઊભા રહેતા પોલીસે એક મહિલા પોલીસ કર્મચારી તેની પાસે પાસે મોકલી હતી. આદત થી મજબુર છુપા વેશમાં આવેલા મહિલા કોન્સ્ટેબલને ઓળખી ન શક્યો અને ગાડીમાંથી નીચે ઊતર્યો હતો અને તુરંત મહિલા સાથે અશ્લીલ માંગણી કરી, ટીશર્ટ કાઢી પેન્ટ કાઢી અશ્લીલ હરકતો કરવા લાગ્યો હતો.
બસ અહીં જ મહિલા પોલીસ કોન્સ્ટેબલે તેને રણચંડી બની સબક શિખવાડ્યો અને સાથી પોલીસ કર્મીઓની મદદથી તેને ઝડપી લીધો હતો. આરોપીની પૂછપરછ માં જાણવા મળ્યું છે કે, આરોપીનું નામ બ્રિજેશ સોલંકી છે અને તે ગાંધીનગર સેકટર-7નો રહેવાસી છે. પોલીસની તપાસમાં આરોપી સામે અગાઉ સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં હત્યાનો પણ ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં તેને આજીવન કેદની સજા થઈ હતી. અને સેકટર 21માં વિશ્વાસઘાતનો ગુનો પણ થયો હોવાનું બહાર આવ્યું છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMTઅંકલેશ્વર:સાયોના કેર કંપનીમાંથી ગુમ યુવાનનો મૃતદેહ 7 દિવસે વિકૃત...
7 April 2022 11:46 AM GMT
રાજ્યમાં આજે કોરોનાના 28 નવા કેસ નોધાયા, 37 દર્દીઑ થયા સાજા
17 May 2022 4:01 PM GMTભરૂચ: ગાંધીના ગુજરાતમાં જંબુસરના આ ગામમાં દારૂના કારણે 100થી વધુ...
17 May 2022 2:23 PM GMTવડોદરા : ફતેપુરા વિસ્તારમાં સરકારી બાબુઓની બાય બાય ચારણીથી કંટાળી...
17 May 2022 2:18 PM GMTભરૂચ: દહેજની જી.એ.સી.એલ કંપનીમાંથી પેલેડીયમ કેટાલિસ્ટ પાઉડર ચોરીનો...
17 May 2022 1:07 PM GMTભરૂચ :દહેજની ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટથી ભીષણ આગ ફાટી નીકળી
17 May 2022 12:15 PM GMT