Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ કુમાર જગન્નાથે સી.એમ.ભુપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત

મોરેશિયસના પ્રધાનમંત્રી ઉદઘાટન સમારોહ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળ્યા હતા અને આયુર્વેદ સહિતની પ્રાચીન ઉપચાર પદ્ધતિ માં ગુજરાતના યોગદાન અંગે વિચાર વિમર્શ પણ કર્યો હતો

ગાંધીનગર: મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ કુમાર જગન્નાથે સી.એમ.ભુપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત
X

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ કુમાર જગન્નાથએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં લીધી હતી મહાત્મા મંદિરમાં આયોજિત આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદઘાટન અવસરે સહભાગી થયેલા મોરેશિયસના પ્રધાનમંત્રી ઉદઘાટન સમારોહ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળ્યા હતા અને આયુર્વેદ સહિતની પ્રાચીન ઉપચાર પદ્ધતિ માં ગુજરાતના યોગદાન અંગે વિચાર વિમર્શ પણ કર્યો હતો..


આ બેઠકમાં મોરેશિયસ સરકાર દ્વારા ગિફટ સિટીમાં રોકાણ અંગે પણ આ બેઠકમાં ચર્ચા હાથ ધરાઇ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરેશિયસના વડાપ્રધાન સરદાર સાહેબની વિશ્વની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા આમંત્રણ પાઠવ્યું હતું. મોરેશિયસના પ્રધાનમંત્રીએ પણ ગુજરાતના મુખ્યમંત્રીને પોતાના દેશ-મોરેશિયસના પ્રવાસે આવવાનું હાર્દિક આમંત્રણ આપ્યું હતું ગુજરાતમાં આર્થિક મૂડી રોકાણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી તો સાથે આવનાર સમયમાં રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રકચર અંગે પણ વાતચીત કરવામાં આવી હતી મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો રાજીવ કુમાર ગુપ્તા તેમજ મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી વગેરે આ સૌજન્ય મુલાકાત બેઠકમાં જોડાયા હતા

Next Story