ગાંધીનગર: મુખ્યમંત્રીના નિવાસ્થાને ગુજરાત ભાજપના નવા પાર્લામેન્ટરી બોર્ડની પ્રથમ બેઠક રવિવારે મળશે

ગુજરાત ભાજપના નવ નિયુક્ત પાર્લામેન્ટરી બોર્ડની પ્રથમ બેઠકનું આયોજન અગામી રવિવારે CM નિવાસસ્થાને કરવામાં આવ્યું છે.

New Update

ગુજરાત ભાજપના નવ નિયુક્ત પાર્લામેન્ટરી બોર્ડની પ્રથમ બેઠકનું આયોજન અગામી રવિવારે CM નિવાસસ્થાને કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ પાટીલ અને CMની ઉપસ્થિત રહેશે.જેમાં આગામી સમયમાં યોજાનારી ચૂંટણી અંગેની ચર્ચા કરવામાં આવશે.

આ બેઠકમાં જૂનાગઢ મનપાના હોદ્દેદારોના નામ નક્કી કરાશે તેમજ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેનના નામ પર પણ મહોર લાગાવાશે.મહત્વનું છે કે, 2 દિવસ પહેલા જ નિરીક્ષકોએ જૂનાગઢમાં સેન્સ લીધી હતી. ત્યારે આ બેઠકમાં નિરીક્ષકો અને શહેરના હોદ્દેદારો આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં હાજર રહેશે.