Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: સીએમ ભુપેન્દ્ર પટેલ સાથે યુ.એસ.એ.ના કોન્સ્યુલેટ જનરલની મુલાકાત

X

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત યુ.એસ.એના મુંબઇ સ્થિત કોન્સ્યુલેટ જનરલ ડેવિડ રૅન્ઝએ ગાંધીનગરમાં લીધી હતી. ડેવિડ રૅન્ઝ યુ.એસ.એના કોન્સ્યુલેટ જનરલ તરીકે ભારતના પશ્ચિમ ક્ષેત્રના ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કામગીરી વિસ્તાર ધરાવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત યુ.એસ.એના મુંબઇ સ્થિત કોન્સ્યુલેટ જનરલ ડેવિડ રૅન્ઝએ ગાંધીનગરમાં લીધી હતી.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આગવા વિઝનથી નિર્માણ પામેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે તેનો ખ્યાલ આપ્યો હતો. ભૂપેન્દ્ર પટેલ એમ પણ કહ્યું કે, આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિણામે હવે દેશના જ નહિ, વિદેશના પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આવતા થયા છે. વિકાસ કરવા સાથોસાથ પર્યાવરણ જાળવણી સાથે આકાર પામેલું આ SOU પરિસર સ્થાનિક લોકોને રોજગારી આપનારું એક પ્રજા હિત કાર્ય નું ધામ બન્યું છે મુખ્યમંત્રીએ ગુજરાત USA વચ્ચેના વ્યાપારિક, આર્થિક સંબંધોના સુદ્રઢ સેતુની ભૂમિકા આપતા જણાવ્યું કે, ગુજરાતમાં યુ.એસ.એમાંથી ૧૧.૩૬ બિલીયન યુ.એસ.ડોલરનું FDI આવ્યું છે ગુજરાતમાં હાલ કાર્યરત ૧ર૦ જેટલી યુ.એસ. ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીઝની સંખ્યા વધે અને આવનારા દિવસોમાં ત્યાંના વધુ ઉદ્યોગ ગુજરાતમાં વિકસે તે માટે રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક અભિગમ ની તત્પરતા વ્યક્ત કરી હતી.તેમણે ગુજરાતની વિશ્વ ઓળખ બનેલી વાયબ્રન્ટ સમિટમાં તેમજ ગુજરાતમાં આગામી માર્ચ-રરમાં યોજાનારા ડિફેન્સ એક્સપો માં યુ.એસ ઉદ્યોગો-પ્રતિનિધિમંડળે સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું હતું.

Next Story