Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ: પ્રખ્યાત કેસર કેરીનું કાઉન્ટ ડાઉન શરૂ,જુઓ ખેડૂતો શું કહી રહ્યા છે

દેશ અને વિદેશમા વિખ્યાત બનેલી ગીરની કેસર કેરી આગામી સમયમાં માર્કેટમાં એન્ટ્રી કરવાની છે

ગીર સોમનાથ: પ્રખ્યાત કેસર કેરીનું કાઉન્ટ ડાઉન શરૂ,જુઓ ખેડૂતો શું કહી રહ્યા છે
X

દેશ અને વિદેશમા વિખ્યાત બનેલી ગીરની કેસર કેરી આગામી સમયમાં માર્કેટમાં એન્ટ્રી કરવાની છે ત્યારે આ વર્ષે કેરી પકાવતા ખેડૂતો અને કેરી રસિકો માટે કેવી રહેશે સિઝન તે જોઈએ કનેક્ટ ગુજરાતનાં આ અહેવાલમાં

ફળોના રાજા તરીકે ઓળખાતી કેરીની સિઝન આવી રહી છે એમાં પણ દેશ દુનિયામાં જેમની રાહ જોઈ રહેલા કેરી રસિકો માટે આ વર્ષે સારા સમાચાર ગીરથી મળી રહયા છે.આ વર્ષે કેસર કેરીનું ઉત્પાદન સારું થવાના અણસાર મળી રહયા છે.કેસર કેરી માટે વર્તમાન વર્ષે સારું હવામાન મળી રહ્યું છે જેના પગલે મબલખ ઉત્પાદનની ખેડુતોને આશા છે.જો કે સુત્રાપાડા અને કોડીનારના અનેક વિસ્તારોના ખેડૂતોનું કહેવુ છે કે વાતાવરણ જોઈએ તેવું માફક નથી.કેરી ખરી પડી છે જેના કારણે ઉત્પાદનમાં ઘટ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Next Story