Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : ફિલ્મી ઢબે કારનો પીછો કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ...

ગીર સોમનાથ જિલ્લા ક્રાઈમ બ્રાંચ પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો,

ગીર સોમનાથ : ફિલ્મી ઢબે કારનો પીછો કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ...
X

ગીર સોમનાથ જિલ્લા ક્રાઈમ બ્રાંચ પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, ત્યારે હાલ તો પ્રોહીબિશન એક્ટ હેઠળનો ગુનો દાખલ કરી પોલીસે ફરાર કાર ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી અનુસાર, ગીર સોમનાથ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે, કેસરિયાથી કોડીનાર તરફ દિવથી દારૂનો જથ્થો ભરીને સ્કોડા કાર આવી રહી છે, ત્યારે બાતમીના આધારે પોલીસ વોચમાં રહેતા કાર આવતા તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, કાર ચાલકે કારને રોકી ન હતી. પૂરઝડપે કાર નાસી છૂટતા ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી કાર ચાલક કોડીનાર પાસે આવેલી કેન્ટીન સામે કાર મુકીને નાસી છૂટ્યો હતો. પોલીસે કારમાં તપાસ કરતાં તેમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 504 બોટલ કિંમત રૂપિયા 2,72,010/-ની મળી આવી હતી. કોડીનાર પોલિસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળનો ગુનો દાખલ કરી ફરાર કાર ચાલકને વહેલી તકે ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Next Story