ગીર સોમનાથ: કેસર કેરીનો ગઢ ગણાતા તાલાળા ગીરમાં હવે સફરજનની ખેતી, ખેડૂતે ચીતર્યો નવો ચીલો

ગીર સોમનાથ જિલ્લાનો તલાલા પંથક કેસર કેરીનો ગઢ ગણવામાં આવે છે જો કે હવે એક ખેડૂતે સરફરજનની સફળ ખેતી કરી નવો ચીલો ચીતર્યો હતો

New Update

ગીર સોમનાથ જિલ્લાનો તલાલા પંથક કેસર કેરીનો ગઢ ગણવામાં આવે છે જો કે હવે એક ખેડૂતે સરફરજનની સફળ ખેતી કરી નવો ચીલો ચીતર્યો હતો

Advertisment

ગીર સોમનાથ જિલ્લાનો તલાલા પંથક કેસર કેરીનો ગઢ ગણવામાં આવે છે.તાલાળાના ગુંદરણ ગામના આહિર અગ્રણી દેવશી ચાડેરા એ સફરજનની ખેતી કરી સમગ્ર પંથકમાં ખેડૂતો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.સૌપ્રથમ ચોરવાડથી અને હિમાચલ સફરજનના છોડ લઈ આવ્યા હતા અને વાવેતર કર્યું હતું. દેવશીભાઈએ જણાવ્યું હતું કે સૌપ્રથમ ટ્રાયબેજ ઉપર હિમાચલ , અને ચોરવાડથી છોડ લાવ્યા હતા અત્યારે બે વર્ષ જેવો સમય થયો છે અત્યારે પાંચ છોડ વાવ્યા છે અને તેમાં અત્યારે ૧૫ થી ૧૬ જેવા સફરજનના ફળો આવ્યા છે અત્યારે પાંચ છોડ વાવ્યા છે અને સારું રિઝલ્ટ છે.કેસર કેરીનો પાક વારંવાર નિષ્ફળ જાય છે જો સફરજનની ખેતી તાલાળા પંથકમાં શરૂ થાય તો અહીંના ખેડૂતોને આવકનું એક બીજું સ્ત્રોત ઊભું થઈ શકે તેમ છે

Advertisment