Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : કાર ચલાવવાનું શિખતી વેળાએ કાર ઊંડા કૂવામાં ખાબકી, 2 પિતરાઈ ભાઇના મોત...

કાર ઊંડા કુવામાં ખાબકી હતી. કાર ઊંડા કૂવામાં ખાબકતાં ધડાકાભેર અવાજ સંભળાતા જ આસપાસના લોકો નજીક દોડી આવ્યા હતા.

ગીર સોમનાથ : કાર ચલાવવાનું શિખતી વેળાએ કાર ઊંડા કૂવામાં ખાબકી, 2 પિતરાઈ ભાઇના મોત...
X

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વડનગર ગામના 2 પિતરાઈ ભાઈઓની કાર ગત રાત્રિના સમયે ફાચરિયા ગામ નજીક ઉંડા કૂવામાં ખાબકી હતી. કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવતા અંદર સવાર બન્ને પિતરાઈ ભાઈના મૃતદેહ મળી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, વડનગર ગામના મસરી કાળા ચંડેરા તેમજ રામ સીદી ચંડેરા જે બન્ને એકબીજાના પિતરાઈ ભાઈ છે.

તેઓ બન્ને ગત રાત્રિના સમયે કોડીનાર તાલુકાના ફાચરિયા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન પેટ્રોલ પંપ નજીક કાર ચાલકે અચાનક સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે કાર ઊંડા કુવામાં ખાબકી હતી. કાર ઊંડા કૂવામાં ખાબકતાં ધડાકાભેર અવાજ સંભળાતા જ આસપાસના લોકો નજીક દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ સહિત 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ કૂવામાં ખાબકેલી કારને 4 કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યું કરી બહાર કાઢવામાં આવી હતી.

કારમાં તપાસ કરતાં બન્ને પિતરાઇ ભાઇઓના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે બન્ને મૃતદેહને પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, બન્ને પિતરાઇ ભાઇઓ કાર ચલાવવાનું શીખતા હતા, અને આ દરમ્યાન સર્જાયેલ અકસ્માતની ઘટનામાં બન્નેના મોત થયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તો બીજી તરફ, 2 પિતરાઇ ભાઇઓના મોતથી પરિજનોમાં ઘેરા શોકની લાગણી ફેલાય જવા પામી હતી.

Next Story