Connect Gujarat
ગુજરાત

ગોધરા : યુક્રેનમા અભ્યાસ અર્થે ગયેલા ત્રણ વિદ્યાથીઓ પૈકી એક પરત બે ફસાયા

યુક્રેન અને રશિયા વચ્ચે ભીષણ જંગ ખેલાવાનો શરૂ થયો છે.જેના પગલે અભ્યાસ અર્થે ગયેલા હજારો વિદ્યાર્થીઓને ફસાવાનો વારો આવ્યો છે

ગોધરા : યુક્રેનમા અભ્યાસ અર્થે ગયેલા ત્રણ વિદ્યાથીઓ પૈકી એક પરત બે ફસાયા
X

યુક્રેન અને રશિયા વચ્ચે ભીષણ જંગ ખેલાવાનો શરૂ થયો છે.જેના પગલે અભ્યાસ અર્થે ગયેલા હજારો વિદ્યાર્થીઓને ફસાવાનો વારો આવ્યો છે.ગોધરા શહેરના વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાતા તેમના પરિવારમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. યુધ્ધની પરિસ્થીતી જોતા ગોધરાનો રાજવીર સોની સાત દિવસ પહેલા હેમખેમ ગોધરા પરત ફર્યો હતો.

યુક્રેન અને રશિયા વચ્ચે પાછલા મહિનાઓથી યુધ્ધના ભણકારા વાગી રહ્યા હતા.આખરે રશિયાએ એલાને જંગનૂ બ્યુગલ ફૂકતા યુધ્ધ શરૂ થયૂ છે. જેમા રશિયાએ યુક્રેનના ઘણા શહેરમાં બોમમારો કર્યો છે. ભારતમાંથી દર વર્ષે યુક્રેન હજારોની સંખ્યામાં મેડીકલનાક્ષેત્રમાં પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ ભણવા જાય છે. યૂધ્ધના માહોલને લઇને વિદ્યાર્થીઓને પરત ફરી જવા સુચનો પણ કરવામા આવ્યા હતા.પણ હજી હજારો વિદ્યાર્થીઓ યુક્રેનના અલગ અલગ શહેરોમાં ફસાયા છે. પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરના વિદ્યાર્થીઓ ફસાયા હોવાની વિગતો મળી રહી છે.

જોકે યુધ્ધની પરિસ્થીતિનો અણસાર આવી જતા ગોધરાના બામરોલી વિસ્તારમા આવેલી આદિત્યનગર સોસાયટીમાં રહેતો રાજવીર સોની સાત દિવસ પહેલા જ પરત ફર્યો હતો. જેને લઇને તેના પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો હતો.મેડીકલ કેરીયરને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

Next Story