Connect Gujarat
ગુજરાત

ગુજરાત વિધાનસભાનું સત્ર: નકલી PSI મુદ્દે વિરોધ કરી રહેલા કોંગ્રેસ અને AAPના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ

ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આજે ગૃહમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા નકલી પીએસઆઇ મયુર તડવીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.

ગુજરાત વિધાનસભાનું સત્ર: નકલી PSI મુદ્દે વિરોધ કરી રહેલા કોંગ્રેસ અને AAPના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ
X

ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ત્યારે આજે ગૃહમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા નકલી પીએસઆઇ મયુર તડવીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કરાઈમાં બોગસ PSIની ટ્રેનિંગનો મુદ્દો સત્રમાં ગુંજ્યો હતો. પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થતા અમિત ચાવડાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો અને નિયમ 116 અંતર્ગત નોટિસ આપી ચર્ચાની માંગ કરી હતી. જોકે, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ તાત્કાલિક ચર્ચાનો ઈન્કાર કર્યો હતો. શંકર ચૌધરીએ કહ્યું હતું કે, મંત્રીને જવાબ આપવા સમય આપવો પડે. ચર્ચાના ઈન્કાર બાદ કોંગ્રેસના સભ્યોએ ગૃહમાં હોબાળો મચાવ્યો હતો અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસ અને આપના ધારાસભ્યોએ ગૃહમાં બેનર સાથે સૂત્રોચાર કર્યા હતા. મુખ્યમંત્રી જવાબ આપે તેવી વિરોધ પક્ષે માંગ કરી હતી. સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની પણ વિરોધ પક્ષે માંગ કરી હતી.

Next Story