Connect Gujarat
ગુજરાત

ગુજરાત કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને અલગ અલગ જવાબદારી સોંપી, કોંગ્રેસ ચૂંટણીમાં જીત મેળવવા એડીચોટીનું જોર લગાવવા તૈયાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હવે થોડા મહિના બાકી રહ્યાં છે. છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ રાજ્યની સત્તાથી દૂર રહી છે.

ગુજરાત કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને અલગ અલગ જવાબદારી સોંપી, કોંગ્રેસ ચૂંટણીમાં જીત મેળવવા એડીચોટીનું જોર લગાવવા તૈયાર
X

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હવે થોડા મહિના બાકી રહ્યાં છે. છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ રાજ્યની સત્તાથી દૂર રહી છે. ત્યારે હવે ફરી સત્તા મેળવવા માટે કોંગ્રેસ દ્વારા 2022ની વિધાનસભા ચૂંટણી જીતવા માટે તૈયારીઓ શરુ કરી દેવાઇ છે. ગુજરાત કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને જવાબદારી સોંપી છે.

કોંગ્રેસના ધારાસભ્યોને અલગ-અલગ જવાબદારી સોંપાઈ છે. સી.જે.ચાવડાને વિધાનસભામાં દંડકની જવાબદારી સોંપવામાં આવી છે. તો લલિત વસોયાને ઉપ દંડક તેમજ નિરંજન પટેલને ખજાનચીની જવાબદારી સોંપાઈ છે. આ ઉપરાંત વિરજી ઠુમ્મર, પૂંજા વંશ, અશ્વિન કોટવાલ, ગ્યાસુદ્દીન શેખ, બળદેવજી ઠાકોર, અમરીશ ડેર અને કિરીટ પટેલને પ્રવક્તા તરીકે જવાબદારી આપવામાં આવી છે. જ્યારે ધારાસભ્ય અનંત પટેલની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિજાતિ મોરચાના ચેરમેન તરીકે વરણી કરાઈ છે.કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી જીતવા માટે કોઇ કસર છોડવા નથી માગતી. જેના માટે કોંગ્રેસે અત્યારથી જ ધારાસભ્યોને જવાબદારી સોંપી જનતાને પ્રભાવિત કરવાની રણનીતિ શરુ કરી દીધી છે. આ ધારાસભ્યોને પોતાના વિસ્તારમાં કેવી રીતે કોંગ્રેસનો પ્રચાર કરવો તે માટેની ઉપરની રૂપરેખા તૈયાર કરી છે. કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં વધુમાં વધુ બેઠક જીતવા અત્યારથી જ એડીચોટીનું જોર લગાવવા તૈયાર થઇ ગઇ છે.

Next Story