Connect Gujarat
ગુજરાત

Gujarat Corona Case : રાજ્યમાં આજે નવા 5677 કેસ નોંધાયા, 1359 દર્દીઓ થયા સાજા

Gujarat Corona Case : રાજ્યમાં આજે નવા 5677  કેસ નોંધાયા, 1359 દર્દીઓ થયા સાજા
X


રાજ્યમાં કોરોના વિસ્ફોટ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5677 કેસ નોંધાયા છે. બીજી તરફ 1359 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,22,900 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 96.14 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 3,07,013 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં આજે નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 2521, સુરત કોર્પોરેશનમાં 1578, વડોદરા કોર્પોરેશનમાં 271, રાજકોટ કોર્પોરેશનમાં 166, વલસાડ 116, રાજકોટ 91, આણંદમાં 87, સુરતમાં 83, ખેડા 64, કચ્છમાં 63, ભાવનગર કોર્પોરેશનમાં 62, જામનગર કોર્પોરેશનમાં 53, ગાંધીનગર કોર્પોરેશન 51, અમદાવાદ 46, ભરુચ 41, મહેસાણા 41, વડોદરા 38, જૂનાગઢ કોર્પોરેશનમાં 36,ગાંધીનગર 30, મોરબી 26, નવસારી 26, દાહોદ 21, જામનગર 20, અમરેલી 19, બનાસકાંઠા 14, મહીસાગર 14, ભાવનગર 13, દેવભૂમિ દ્વારકા 13, પંચમહાલ 13, સુરેન્દ્રનગર 13, ગીર સોમનાથ 9, અરવલ્લી 8, સાબરકાંઠા 8, છોટા ઉદેપુર 5, તાપી 5, જૂનાગઢ 4, ડાંગ 3, પોરબંદર 3 અને પાટણ 2 કેસ નોંધાયા છે.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 22901 કેસ છે. જે પૈકી 25 વેન્ટીલેટર પર છે, જ્યારે 22876 નાગરિકો સ્ટેબલ છે. 822900 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10128 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે એક પણ મૃત્યુ થયું નથી.

Next Story