Connect Gujarat
ગુજરાત

ગુજરાત : કોરોનાની ત્રીજી લહેરની દસ્તક, એક્ટિવ કેસની સંખ્યા 199 પર પહોંચી.

ગુજરાત રાજ્યમાં ફરીવાર કોરોના પગપેસારો કરી રહ્યો છે, ત્યારે રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના વધુ 30 કેસ નોંધાતા

ગુજરાત : કોરોનાની ત્રીજી લહેરની દસ્તક, એક્ટિવ કેસની સંખ્યા 199 પર પહોંચી.
X

ગુજરાત રાજ્યમાં ફરીવાર કોરોના પગપેસારો કરી રહ્યો છે, ત્યારે રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના વધુ 30 કેસ નોંધાતા કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 199 થઈ ગઈ છે, જ્યારે કોરોનાગ્રસ્ત 6 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. જોકે, સારા સમાચાર એ છે કે, કોરોનાના કારણે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી.

રાજ્યભરમાં અત્યાર સુધી 10090 મૃત્યુ કોરોનાને લીધે થઈ ચૂક્યા છે. 27 દર્દીઑ કોરોનાને માત આપી હેમખેમ પરત ફર્યા છે. ગુજરાતમાં કોરોનાના અત્યાર સુધીના કુલ ડિસ્ચાર્જ કેસની વાત કરીએ, તો 816338 દર્દીઓ એટલે કે, 98.76 ટકા દર્દીઓ તદુરસ્ત થઈ ઘરે પરત ફર્યા છે. વડોદરામાં 7 કેસ, અમદાવાદમાં 5 કેસ, વલસાડમાં 4 કેસ, જુનાગઢમાં 6 કેસ, નવસારીમાં 3 કેસ, સુરતમાં 3 કેસ, કચ્છ અને રાજકોટમાં કોરોનાના એક-એક કેસ એમ કુલ 30 કેસ કોરોનાના સામે આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં રસીના 7.13 કરોડથી વધુ ડોઝ રસીના અપાઈ ચૂક્યા છે. આજે 3.02 લાખ નાગરિકોનું આજે રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાત અને ભારતમાં હાલ કોરોનાનું સંક્રમણ કાબૂમાં છે. દેશ અગાઉ કોરોનાની બીજી લહેરનો સામનો કરી ચૂક્યો છે. તેવામાં હવે દિવાળીના તહેવારો નજીક આવતા ખુશીની સાથે ચિંતા પણ છે. કારણ કે, વિશ્વના કેટલાક દેશોમાં વેક્સિનની પ્રક્રિયા મોટા ભાગની આટોપી લેવાઈ હોવા છતાં પણ કોરોનાની ત્રીજી લહેરનો પ્રકોપ શરૂ થઇ ચૂક્યો છે. રશિયામાં હાલ મોટા પ્રમાણમાં કોરોના ફેલાયો છે, ત્યારે જો આપણે તહેવારોમાં ગાઇડલાઇનનું પાલન અને કાળજી નહીં રાખીએ તો ફરી મુસીબત આવી પડશે. રાજ્યમાં કોરોનાના વધુ 30 કેસ નોંધાયા છે, પરંતુ હાલના કેસ તો બીજી લહેરની સમાનતામાં ના બરોબર કહેવાય તેમ છે. જો આપણે સચેત નહીં રહીએ અને માસ્ક, સોશિયલ અંતર નહીં જાળવીએ તો એ દિવસ દૂર નથી કે, કોરોના ભયંકર ત્રીજી લહેર દસ્તક આપે...

Next Story