Connect Gujarat
ગુજરાત

ગુજરાતના નવા મંત્રીમંડળમાં કોણ છે સૌથી ઓછુ ભણેલું, કોની પાસે છે સૌથી વધુ સંપત્તિ

ગુજરાતના નવા મંત્રીમંડળમાં કોણ છે સૌથી ઓછુ ભણેલું, કોની પાસે છે સૌથી વધુ સંપત્તિ
X

ગુજરાત રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી મોટી ઉથલપાથલ થયેલી છે, રાજ્યના નવા મુખ્યમંત્રીની વરણી બાદ હવે આજે નવા મંત્રીઓના પણ શપથ પૂરા થઈ ગયા છે. રાજ્યનાં નવા કેપ્ટન ભૂપેન્દ્ર પટેલની ટીમમાં આજે નવા ખેલાડીઓ સામેલ થઈ ગયા છે. આજે સવારથી જ કેટલાય ધારાસભ્યોને ફોન આવવાના શરૂ થઈ ગયા જેમા તેમને જણાવવામાં આવ્યું કે તમે મંત્રી બની રહ્યા છો.

સવારથી જ કેટલાક નામો સામે આવી રહ્યા હતા અને ભાજપ ધારાસભ્યોને જીવ પણ અદ્ધરતાલ હતા ત્યારે આખરે સસ્પેન્સ પરથી પડદો ઉઠ્યો છે. નોંધનીય છે કે આજે 24 ધારાસભ્યો હવે નવા મંત્રીઓ બન્યા છે ત્યારે આખા મંત્રીમંડળમાં કુબેર ડીંડોર સૌથી વધારે ભણેલા છે જેમણે PhD કરેલ છે. બધા મંત્રીઓમાં કુલ ચાર એવા મંત્રી છે જેમણે LLB કરેલું છે જ્યારે ત્રણ મંત્રીઓ બીકોમ પાસ છે.

મંત્રીઓમાં સૌથી ઓછું ભણેલા દેવાભાઈ માલમ છે જે ચાર ધોરણ પાસ છે. મોટા ભાગનાં મંત્રીઓ કરોડપતિ હોવાનું સામે આવી રહ્યું છે જ્યારે અર્જુન સિંહ ચૌહાણ પાસે 12.57 લાખની મિલકત છે જે સૌથી ઓછી છે.14.75 કરોડ સંપત્તિ ધરાવતા જગદીશ પંચાલ જે રાજ્યકક્ષાનાં મંત્રી છે તેમની પાસે સૌથી વધારે સંપત્તિ છે.

Next Story