Connect Gujarat
ગુજરાત

આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જુઓ ક્યાં ક્યાં થશે મેઘ મહેર

રાજ્યમાં થશે મેઘમહેર ! આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી , હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ.

X

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજયના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે.

હવામાન ખાતાની આગાહી મુજબ, દરિયાઈ સપાટીથી 2.1 કિલોમીટર અપર સાઇક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાત પર છવાયું છે. પ્રથમ દિવસે ભારેથી અતિભારે કહી શકાય એવો વરસાદ સુરત, નવસારી, વલસાડમાં વરસી શકે છે, જ્યારે ભારેથી અતિ ભારે વરસાદ ભરૂચ, ડાંગ, તાપી, દમણ, દાદરા અને નગર-હવેલી, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, દીવમાં વરસશે.

એ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં 99 તાલુકામાં મેઘ મહેર થઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમાં પણ વરસાદ થયો છે. ઉમરગામ, વાપી કામરેજ, બારડોલી, પલસાણામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે કોરા ધાકોર રહેલા અમદાવાદમાં માત્ર વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું.

આજે સવારે શહેરના કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાંટાં પડ્યાં હતાં. રાજ્યમાં અત્યારસુધીમાં 23% વરસાદ થયો છે. ગત વર્ષે 18 જુલાઇ સુધી રાજ્યમાં 36% વરસાદ થયો હતો. ગત વર્ષની સરખામણીએ 13% ઓછો વરસાદ છે. સરેરાશની સામે રાજ્યમાં 39%ની ઘટ છે. રાજ્યમાં 33માંથી 32 જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ છે. તાપીમાં સરેરાશથી 73%, ગાંધીનગરમાં 69% તો દાહોદમાં 61% વરસાદની ઘટ છે.9 જિલ્લાઓમાં વરસાદની 50%થી પણ વધારે ઘટથી ચિંતા વધી છે. છેલ્લાં 6 વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઇમાં સૌથી ઓછો વરસાદ છે.

Next Story
Share it