Connect Gujarat
ગુજરાત

"ગરબે ઘૂમશે ગુજરાતીઓ" શેરી ગરબાને મળી મંજૂરી

ગુજરાતમાં નવરાત્રિમાં ગરબાને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય

ગરબે ઘૂમશે ગુજરાતીઓ  શેરી ગરબાને મળી મંજૂરી
X

- ગુજરાતમાં નવરાત્રિમાં ગરબાને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય

- ગૃહ વિભાગે શેરી ગરબાને આપી મંજૂરી, ક્લબો-પાર્ટી પ્લોટોમાં નહીં થાય આયોજન

- નવરાત્રિ દરમિયાન રાત્રિ કરફ્યુમાં 1 કલાકની છૂટ અપાઈ

- મહાનગરોમાં રાત્રિના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રેહશે કરફ્યુ

કોરોનાકાળના 2 વર્ષના લાંબાગાળા બાદ ગુજરાતમાં આગામી નવરાત્રી દરમિયાન શેરી ગરબાના આયોજનની ભૂપેન્દ્ર પટેલ સરકારે મંજૂરી આપી છે. આ સત્તાવાર જાહેરાત રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી છે.

ગૃહવિભાગે કરેલ જાહેરાત પ્રમાણે, કલબ કે પછી પાર્ટીપ્લોટમાં ગરબા યોજી શકાશે નહીં. તો આ સાથે જ નવરાત્રી દરમિયાન રાત્રી કર્ફ્યૂના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રાત્રી કર્ફ્યૂનો સમયગાળો રાતના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો રહેશે. રાજ્ય સરકારના નિર્ણયને પગલે ખલૈયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

જો કે ક્લબ અને પાર્ટી પ્લોટોમાં ગરબા રમવાની પરવાનગી નથી આપવામાં આવી. આટલું જ નહીં, શેરી ગરબામાં પણ 400 લોકોને જ છૂટ આપવામાં આવી છે.

Next Story