Connect Gujarat
ગુજરાત

ગુજરાત ગરમીમાં શેકાશે, વાંચો હવામાન વિભાગે શું કરી આગાહી

રાજ્યમાં ગરમીનો આંશિક રાહત બાદ ફરી ગરમીમાં વધારો થવા લાગ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે

ગુજરાત ગરમીમાં શેકાશે, વાંચો હવામાન વિભાગે શું કરી આગાહી
X

રાજ્યમાં ગરમીનો આંશિક રાહત બાદ ફરી ગરમીમાં વધારો થવા લાગ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી દિવસોમાં રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ વધશે. તેમજ અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં યલો એલર્ટ ની આગાહી કરવામાં આવી છે. જેને લીધે લોકો ત્રાહિમામ ગરમી સહન કરવી પડશે.

આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીની વધુ અસર વર્તાશે. તેમજ આગામી દિવસમાં ગરમીનો પ્રકોપ 2 થી 3 ડિગ્રી વધી શકે છે. તેના લીધે એક વાત તો સ્પષ્ટ છે કે, રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદના લીધે ગરમીથી આંશિક રાહત થઈ હતી. પરંતુ હવે ફરી ગરમીનો કહેર વધશે ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસો દરમિયાન રાજ્યના વાતાવરણ અચાનક પલટો આવતા અનેક શહેરોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. તેના લીધે ઉનાળામાં ગરમી ની જગ્યા રાજ્યમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જેના લીધે ગરમી થી બે દિવસ લોકોને રાહત મળી હતી. જો કે, વાતાવરણમાં પુનઃ વાદળો હટતા સાથે ગરમીનો પ્રકાપ શરૂ થવા લાગ્યો છે. બીજી તરફ શુક્રવારે રાજ્યના 5 શહેરોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી જવા પામ્યું હતું. જેમાં ગાંધીનગર, અમરેલી, રાજકોટ, કંડલા, કેશોદમાં 42 ડિગ્રી જ્યારે અમદાવાદમાં 41.9,વડોદરામાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Next Story