Connect Gujarat
ગુજરાત

રમશે ગુજરાત જીતશે ગુજરાત, રાજ્યમાં 9 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે

ગુજરાતના રમતવીરો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો, રાજ્યના 9 જિલ્લામાં નવા સ્પોર્ટ્સ સંકુલ ની જાહેરાત વિધાનસભા કરવામાં આવી છે

રમશે ગુજરાત જીતશે ગુજરાત, રાજ્યમાં 9 નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે
X

ગુજરાતના રમતવીરો માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો, રાજ્યના 9 જિલ્લામાં નવા સ્પોર્ટ્સ સંકુલ ની જાહેરાત વિધાનસભા કરવામાં આવી છે રમશે ગુજરાત જીતશે ગુજરાતના નારાને ચરિતાર્થ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના 9 જિલ્લામાં અધતન સ્પોર્ટ સંકુલ તૈયાર કરવામાં આવશે. આ સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં રમત-ગમત ક્ષેત્રે રસ ધરાવતા લોકોને કોચિંગ આપવામાં આવશે.આ સાથે જ યુવાનોને એક પ્લેટફોર્મ પણ મળશે.

રાજ્યમાં રમત ગમત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા માટે વિધાનસભા ગૃહમાં રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરતા કહ્યું કે રાજ્યના 9 જિલ્લામાં નવા સ્પોર્ટ્સ સંકુલ ઊભા કરવામાં આવશે. મહત્વનું છે કે સ્પોર્ટ્સ સંકુલ બનાવવા બજેટમાં જોગવાઈ પણ કરવામાં આવી હતી. જે પ્રમાણે હવે આ સંકુલ ઝડપી બનાવવાની જાહેરાત કરી મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે.નવસારી, છોટાઉદેપુર વલસાડ, સુરત, મહીસાગર દેવભૂમિ દ્વારકા, મોરબી ગીર સોમનાથ ,અરવલ્લી રમત ગમતમાં રસ ધરાવતા લોકોને જરૂરી સગવડ મળી રહે તેમજ ભવિષ્યમાં મોટી સ્પોર્ટ્સ કોમ્પીટીશન આયોજન ને ધ્યાન મા લઈ ઉપરોક્ત 9 જિલ્લામાં સ્પોર્ટ સંકુલ બનવા જઈ રહ્યા છે.

ત્યારે સરકારના આ નિર્ણયથી સ્પોર્ટ ક્ષેત્રે રુચિ ધરાવતા યુવાઓને મોટો લાભ થશે સાથે જ સ્પોર્ટમાં આગળ વધવા માંગતા યુવાઓ આકર્ષિત થવાની સાથે દરેક પ્રકારની રમત માટે યુવાનોને કોચિંગ પણ મળી રહેશે અને સ્પોર્ટ સંકુલ માં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવી ગુજરાતને રમત ગમત ક્ષેત્રમાં વધુ તેજ ગતિએ આગળ ધપાવી મદદ મળશે.

Next Story