Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં વરસાદનું ધમાકેદાર આગમન, મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો

ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ત્યારે મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

X

ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ત્યારે મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

બિપરજોય વાવાઝોડા બાદ રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ મધ્ય, ઉત્તર, પૂર્વ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 25થી 30 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. ત્યારે આજે વહેલી સવારથી જ મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ધમાકેદાર વરસાદની એન્ટ્રી થતાં શહેરનાં નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. તો બીજી તરફ વલસાડ, ખેડા, નડિયાદ, ડાકોર, માતર સહિતના પંથકોમાં આજે મેઘરાજા વરસ્યા છે. સવારથી જ વરસાદ પડતા ઠેક ઠેકાણે પાણી ભરાયા છે. તો લોકોએ પણ ગરમીથી રાહત અનુભવી છે.

Next Story