સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કલેક્ટર અને પેટ્રોલપંપના માલિકો વચ્ચે ખેડૂતોને થતી સુખાકારીને લઈને મહત્વની બેઠક બોલવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછતના એંધાણ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા તમામ પેટ્રોલપંપો ના માલિકો અને સંચાલકો સાથે બેઠક યોજવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના જથ્થા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. હાલ ખેતીની સિઝન શરૂ થઈ ગઈ હોય ત્યારે ખેડૂતોને પુરતા પ્રમાણમાં ડીઝલ મળી રહે તે અંગેની જરૂરી સુચના જિલ્લા કલેક્ટરે પેટ્રોલ પંપના માલિક તથા સંચાલકોને આપી હતી અને બને ત્યાં સુધી પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો લાગે અને યોગ્ય જથ્થામાં પેટ્રોલ-ડીઝલ ગ્રાહકોને મળી રહે તેવી સુવિધા ઉપલબ્ધ કરવા અંગે વિચારણા કરવામાં આવી.