રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 661 નવા કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા છે. બીજી તરફ 692 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. તો 2 દર્દીઓ કોરોના સામે જિંદગીનો જંગ હારી જતા તેમના મોત નિપજ્યા છે.
છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના રાહતરૂપ આંકડા સામે આવી રહ્યા છે. તેવામાં આજે રાજ્યના મહાનગરોમાં નોંધાયેલા કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 201 કેસ નોંધાયા છે જ્યારે સુરત 39 અને વડોદરામાં 57 કેસ નોંધાયા છે. તે જ રીતે રાજકોટમાં 46 અને ગાંધીનગરમાં 20 તથા જામનગરમાં 13 અને જૂનાગઢમાં 3 તથા ભાવનગરમાં 5 કેસ સામે આવ્યા છે. વધુમાં જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા માં 34, સુરતમાં 31, અમદાવાદ માં 5, નવસારીમાં 18, સાબરકાંઠામાં 7, ગાંધીનગરમાં 16, વડોદરામાં 25, બનાસકાંઠામાં 29, રાજકોટમાં 17, મોરબીમાં 22, કચ્છમાં 20 કેસ નોંધાયા છે.
સાથે જ આજે ભાવનગરમાં બે કોરોનાના દર્દીઓના મોત થયાનું પણ સામે આવ્યું છે. વધુ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5862 છે અને 19 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓને વેન્ટિલેટર હેઠળ રખાયા છે. વધુમાં છેલ્લા 24 કલાકમાં 2,56,452 લોકોને કોરોના પ્રતિરોધક વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા.