Connect Gujarat
ગુજરાત

જામનગર હાલ, "ગંદકી" નગર બનતા સાફ સફાઈ મુદ્દે કોંગ્રેસ દ્વારા તંત્રને આવેદન આપી રજૂઆત કરાય…

જામનગર શહેરમાં ઉદભવેલ વિવિધ સમસ્યાઓને લઈ JMC દ્વારા તેના ઉકેલ અંગે મ્યુનિસિપલ અધિકારીને કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

જામનગર હાલ, ગંદકી નગર બનતા સાફ સફાઈ મુદ્દે કોંગ્રેસ દ્વારા તંત્રને આવેદન આપી રજૂઆત કરાય…
X

જામનગર શહેરમાં હાલમાં જોવા મળી રહેલી વિવિધ સમસ્યાઓને જોતા તેના નિરાકરણ અને ઉકેલ માટે જામનગર કોંગ્રેસ દ્વારા જેએમસી અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

જામનગર શહેરમાં ઉદભવેલ વિવિધ સમસ્યાઓને લઈ JMC દ્વારા તેના ઉકેલ અંગે મ્યુનિસિપલ અધિકારીને કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વિપક્ષના નેતા આનંદ રાઠોડ સહિત કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા. અધિકારીને કરવામાં આવેલ રજૂઆત મુજબ જામનગર મહાનગરપાલિકાની અણઆવડતના કારણે ડોર ટુ ડોર કચરો લેવામાં ગાર્બેજની અંદર બેદરકારી અનેકવાર સામે આવી છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન બેદરકારીના કારણે જામનગર શહેર ગંદકી નગર બની ગયું છે. ઠેર ઠેર કચરાના ઢગલા પડ્યા છે, તો પણ કોઈ તેને ઉપાડવા જતું નથી, અને ડોર ટુ ડોર અનિયમિત રહે છે. જેથી લોકોના સ્વાસ્થ્ય પર અસર પડે છે. જામનગર શહેરની અંદર માત્ર ૧૩ ઇંચ વરસાદ પડ્યો છે, રોડ-રસ્તાની પોલ ખુલી ગઇ છે. ઠેર ઠેર ખાડા થઈ ગયેલ છે, અને અવાર-નવાર અકસ્માતોના બનાવ પણ બને છે. જે ગાયોના લમ્પી રોગના કારણે મૃત્યુ થયા છે, તો JMCની ઢોર વિભાગ શાખા શું કરી રહ્યું છે, તેવા પણ લોકોના મનમાં પ્રશ્ન ઉદભવ્યા છે. જામનગરમાં અંદાજે અત્યાર સુધીમાં અંદાજે હજારો જેવી ગાયો આ રોગના કારણે મૃત્યુ પામેલ છે, અને હજી પણ તેનો ફેલાવો ચાલુ છે, જયારે જામનગર સીટીની અંદર મહાનગરપાલિકાની જવાબદારી હોય છે, તો પણ મહાનગરપાલિકા કોઈ જવાબદારી લેતું નથી અને હજી સુધી કેમ મૌન છે.!, ત્યારે સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાને આવેદન આપી રજૂઆત કરી હતી.

Next Story