Connect Gujarat
ગુજરાત

જામનગર : "ઉમિયાધામ દશાબ્દી મહોત્સવ", 1.50 લાખ હિમોગ્લોબીન પીલ્સથી મુખ્યમંત્રીની તુલા કરાય...

જિલ્લાના જામજોધપુર તાલુકાના સિદસર ખાતે ઉમિયા માતા મંદિરના દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સિદસર ખાતે ઉમિયા માતા મંદિરના દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 1.50 લાખ હિમોગ્લોબીન પીલ્સથી મુખ્યમંત્રીની તુલા કરી ઉમિયા ધામે સ્વસ્થ સમાજના નિર્માણની દિશામાં નવીન પહેલ કરવામાં આવી હતી.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતમાં જામજોધપુર તાલુકાના ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે ઉમિયા માતાજી મંદિરનો રજત જયંતિ મહોત્સવ સ્મૃતિ સમારોહ તથા નવનિર્મિત ઉમિયા ધામનો ભવ્ય લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉમિયા માતાજીના દર્શન કરી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, ઉમિયાધામ સંસ્થા દ્વારા શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ સહિતના ક્ષેત્રે સેવાનો યજ્ઞ શરૂ કરાયો છે, ત્યારે રાજ્ય સરકારે પણ આ સંસ્થાને વિકાસની રાહમાં મદદરૂપ થવા યાત્રાધામ વિકાસ માટે પહેલા 3 કરોડ રૂપિયા અને ત્યારબાદ હવે 18.25 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ તકે, જિલ્લાવાસીઓના આરોગ્યની સુખાકારી માટે 3 નવી એમ્બ્યુલન્સને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે ઉમિયા ધામ ટ્રસ્ટ દ્વારા 1.50 લાખ હિમોગ્લોબીન પિલ્સ વડે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની તુલા કરી આરોગ્યપ્રદ સમાજના નિર્માણ માટે એક નવતર પહેલ કરવામાં આવી હતી. આ તકે ઉમિયા ધામના ટ્રસ્ટી જેરામ વાસજાળીયા,પૂર્વ મંત્રી ચીમન સાપરિયા, ઉમિયા માતાજી મંદિર સંસ્થા ઉંઝાના પ્રમુખ બાબુ પટેલ, પદ્મશ્રી મથુર સવાણી, સમસ્ત પાટીદાર સમાજ સુરતના પ્રમુખ વેલજી શેટા, ધારાસભ્ય ધનજી પટેલ તથા ચિરાગ કાલરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતા.

Next Story