ઝઘડીયા: ગુલબ્રાન્ડસન કંપની દ્વારા સીએસઆર હેઠળ કમ્પ્યુટર લેબ તથા પ્લાન્ટેશન કરવામાં આવ્યું

New Update

ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલી ગુલબ્રાન્ડસન ટેકનોલોજીસ કંપનીમાં ઝઘડિયા તાલુકાના અલગ અલગ ગામોમાં સીએસઆર એક્ટિવિટી હેઠળ વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. કંપની દ્વારા સી.એસ.આર અંતર્ગત સરકારી માધ્યમિક શાળા કપલસાડીમાં કોમ્પ્યુટર લેબનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કંપની દ્વારા શાળામાં ૨૬ કોમ્પ્યુટરની લેબ અને સ્માર્ટ બોર્ડ આપવામાં આવ્યું હતું.


આ કોમ્પ્યુટર લેબ પ્રોજેકટને સારી રીતે ચલાવવા માટે કોમ્પ્યુટર શિક્ષક પણ કંપની તરફથી નિમણૂક કરવામાં આવી છે.આ ઉદ્ઘાટન પ્રસંગ ડી.ઈ.ઓ એન.એમ મહેતા કંપનીના ડાયરેક્ટર ઉપેન્દ્ર ઠક્કર, સિદ્ધાર્થ કુમાર સિંગ, માતંગ પારેખ, અનીષ કચ્છી, ઋષિત પ્રજાપતિ તેમજ શાળાના આચાર્ય જાગૃતીબેન તથા શિક્ષક ગણ ઉપસ્થિત રહ્યા હતા.

કંપનીની બીજી એક્ટિવિટીમાં પર્યાવરણ ક્ષેત્રે ગ્રીનબેલ્ટ ડેવલોપમેન્ટ પ્રોજેકટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં કંપની દ્વારા ગ્રામ પંચાયતની ગૌચર જમીનમાં ૧૫૦૦ ફળાઉ પ્લાન્ટનું વાવેતર કરવામાં આવી રહ્યું છે.