Connect Gujarat
ગુજરાત

ખેડા : સખી મંડળ દ્વારા તૈયાર કરાયેલ રાખડીઓનો નડિયાદ ખાતે "રાખી મેળો" યોજાયો…

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખેડા-નડિયાદ દ્વારા સરદાર ભવન, બ્લોક-A ખાતે મહિલા અને બાલ વિકાસ અધિકારી મિતેષ ગઢવીની અધ્યક્ષતામાં રાખી મેળો યોજાયો હતો.

ખેડા : સખી મંડળ દ્વારા તૈયાર કરાયેલ રાખડીઓનો નડિયાદ ખાતે રાખી મેળો યોજાયો…
X

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખેડા-નડિયાદ દ્વારા સરદાર ભવન, બ્લોક-A ખાતે મહિલા અને બાલ વિકાસ અધિકારી મિતેષ ગઢવીની અધ્યક્ષતામાં રાખી મેળો યોજાયો હતો.

આ મેળાનો મુખ્ય હેતુ સખી મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલી રાખડીઓ લોકો દ્વારા ખરીદી કરવામાં આવે અને સખી બહેનોની આજીવિકામાં વધારો કરવાનો હતો. જુદા જુદા સખી મંડળો દ્વારા અવનવી વેરાઇટીની રાખડીઓ રક્ષાબંધન પર્વને માટે જાહેર જનતા સ્વસહાય જુથની બહેનો દ્વારા બનાવામાં આવી. આ બહેનો વધુમાં વધુ વેચાણ કરી શકે કરે અને જૂથની બહેનોને આજીવિકા મળે તેવા ઉમદા હેતુથી મહિલાઓનું સશકિતકરણ થાય તેથી તા. ૦૩/૦૮/૨૦૨૨થી તા. ૦૮/૦૮/૨૦૨૨ સુધી રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં સરદાર ભવનના અધિકારીઓ અને કર્મચારીઓ અને સરદાર ભવનની મુલાકાત લેતા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story