Connect Gujarat
ગુજરાત

ખેડા : નડિયાદની દિનશા પટેલ નર્સિગ કોલેજ ખાતે "ઋણ સ્વીકાર" કાર્યક્રમ યોજાયો...

ખેડા : નડિયાદની દિનશા પટેલ નર્સિગ કોલેજ ખાતે ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો...
X

ગુજરાત વિધાનસભામાં ખાનગી યુનિવર્સિટી અંગેનું બિલ પાસ થયુ. આ બિલમાં રાજયની એવી સંસ્થાઓ કે જે સેવાકીય પ્રવૃત્તિઓ નહિ નફો કે નહિ નુકશાનના ધોરણે કામ કરે છે, તેવી કુલ ૧૧ સંસ્થાઓને ખાનગી યુનિવર્સિટીઓ માટે મંજૂરીઓ આપવામાં આવી હતી. આ પૈકીની આપણી મહાગુજરાત મેડીકલ સોસાયટીનું નામ પ્રથમ હતું.

આ મેડીકલ સોસાયટીને મંજૂરી મળતા આ સોસાયટી દ્વારા સંસ્થાને રૂા.૧૦ કરોડ જેટલી માતબર રકમનું દાન આપનાર દાતા વિણાબેન ઠાકોરભાઇ પટેલ, સંસ્થાને મંજૂરી મળે તે માટે અથાગ પ્રયત્નો કરવા બદલ તેમજ ગુજરાત વિધાનસભામાં અત્યંત અર્થસભર અને પરીણામલક્ષી વકતવ્ય આપવા અને મંજૂરી મેળવવા બદલ ગુજરાત વિધાનસભાના દંડક અને નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજ દેસાઇ તેમજ મહાગુજરાત મેડીકલ સોસાયટીના પ્રમુખ, પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલનું મહાગુજરાત મેડિકલ સોસાયટી દ્વારા ઋણ સ્વીકારનો કાર્યક્રમ નડિયાદ ખાતે શ્રી કુંદનબેન દિનશા પટેલ નર્સિંગ એડિટોરીયમ, દિનશા પટેલ નર્સિગ કોલેજ ખાતે રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે દંડકએ પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે, મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટી બનવા જઈ રહી છે. યુનિ.ની મંજૂરી મળી ગઈ છે. આ મેડીકલ સોસાયટીના પદાધિકારીઓ, વહિવટદારોએ સારું માર્ગદર્શન અને તેને અનુરૂપ તમામ તૈયારીઓ કરી જે આજે સાકાર થઇ રહયું છે. ડીડીઆઇટીને પણ મેડીકલ કોલેજ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન માટેની મંજૂરીની કાર્યવાહી પણ પૂર્ણ થઇ છે. તેઓએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, નડિયાદની જનતા માટે તેમજ ખેડા જિલ્લાના નાગરિકોની સુખાકારીમાં વધારો થાય તે માટે પણ એક કામ પ્રોગ્રેસ છે. શ્રી સંતરામ મહારાજના આશીર્વાદ આપણી પર છે તેથી આવનારા દિવસોમાં એક ઓર પીછુ ઉમરાશે તેવી આશા છે.

Next Story