Connect Gujarat
ગુજરાત

ખેડા : વડતાલ શ્રી સ્વામિનારાયણ તીર્થધામ સ્થિત દેવોને સ્વતંત્રતા પર્વ નિમિત્તે તિરંગારૂપી વાઘા ધરાવાયા

ખેડા જિલ્લાના નડીઆદ તાલુકામાં આવેલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ મંદિર સ્થિત દેવોને આજરોજ 15મી ઓગષ્ટ સ્વતંત્રતા પર્વ નિમિત્તે તિરંગાના વાઘા ધરાવવામાં આવ્યા હતા.

ખેડા : વડતાલ શ્રી સ્વામિનારાયણ તીર્થધામ સ્થિત દેવોને સ્વતંત્રતા પર્વ નિમિત્તે તિરંગારૂપી વાઘા ધરાવાયા
X

ખેડા જિલ્લાના નડીઆદ તાલુકામાં આવેલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ મંદિર સ્થિત દેવોને આજરોજ 15મી ઓગષ્ટ સ્વતંત્રતા પર્વ નિમિત્તે તિરંગાના વાઘા ધરાવવામાં આવ્યા હતા.

ખેડા જિલ્લાના નડીઆદ તાલુકામાં આવેલ વડતાલ ગામમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું મોટું પવિત્ર ધામ આવેલું છે. આ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાને સ્વયં લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજ નામની પોતાની મૂર્તિ પધરાવી છે. દુનિયામાં આ પ્રથમ ઘટના છે કે, જેમાં ભગવાન સ્વામિનારાયણે પોતાની મૂર્તિ પોતાની જાતે પધરાવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણરુપ શિક્ષાપત્રીની રચના સ્વામિનારાયણ ભગવાને આ મંદિરમાં કરી હતી, ત્યારે આજે 15મી ઓગષ્ટ સ્વતંત્રતા પર્વ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ મંદિર સ્થિત દેવોને તિરંગાના વાઘા ધરાવવામાં આવ્યા હતા. મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ સહીત આદિ દેવોને તિરંગાના વાઘા ધરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે હજારો ભાવિક હરિભક્તોએ ભગવાનના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Next Story