ખેડા : બલાડા ગામે ખેડૂતલક્ષી કિસાન સુર્યોદય યોજનાનું લોકાર્પણ કરાશે
BY Connect Gujarat30 July 2021 12:23 PM GMT

X
Connect Gujarat30 July 2021 12:23 PM GMT
ખેડા જિલ્લાના બલાડા ગામ ખાતે રાજ્ય સરકારની ખેડૂતલક્ષી કિસાન સુર્યોદય યોજના અંગે આગમી તા. ૦૫ ઓગષ્ટના રોજ લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકાર તરફથી ખેડૂતોના ઉત્થાન અને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે કિસાન સુર્યોદય યોજના અમલમાં મુકવામાં આવી છે. જેનું ખેડા જિલ્લાના બલાડા ગામ ખાતે લોકાર્પણ તા. ૦૫-૦૮-૨૦૨૧ના રોજ સરકારની રાહબરી હેઠળ નિર્ધારીત કરવામાં આવેલ છે. સમારંભમાં જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ બલાડા ખાતે ખેડૂતો ભાગ લેશે તેમ અધિક્ષક ઇજનેર, મધ્ય ગુજરાત વિજ કંપની લીમીટેડની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Next Story