Connect Gujarat
ગુજરાત

ખેડા : ખેલ મહાકુંભની 10મી આવૃતિ માટે કર્ટેન રેઇઝર ઈવેન્ટનું લાઇવ ટેલીકાસ્ટ યોજાયું...

ખેડા : ખેલ મહાકુંભની 10મી આવૃતિ માટે કર્ટેન રેઇઝર ઈવેન્ટનું લાઇવ ટેલીકાસ્ટ યોજાયું

ખેડા : ખેલ મહાકુંભની 10મી આવૃતિ માટે કર્ટેન રેઇઝર ઈવેન્ટનું લાઇવ ટેલીકાસ્ટ યોજાયું...
X

ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભની ગ્રામ્ય/શાળાકક્ષાથી રાજયકક્ષા સુઘીની અલગ-અલગ વયજૂથમાં વિવિઘ ૨૯ રમતોની સ્પર્ઘાનું રજીસ્ટ્રેશન માટે તા. ૧૭/૦૨/૨૦૨૨ના રોજ સાંજે ૭:૩૦ કલાકે રાજ્યના મુખ્યમંત્રી, રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી તેમજ અન્ય વરિષ્ઠ અઘિકારીઓની હાજરીમાં રાજયકક્ષાના ખેલ મહાકુંભની 10મી આવૃતિ માટે કર્ટેન રેઇઝર ઈવેન્ટનો કાર્યક્રમ અમદાવાદ મુકામે આયોજન કરવામાં આવ્યો હતો.

જે અંતર્ગત ખેડા જિલ્લા કલેકટર કચેરી સ્થિત નડીઆદ મીટીંગ હોલ ખાતે અધિક નિવાસી કલેક્ટર બી.એસ.પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી શીલ્પા પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશભાઈ, જિલ્લા રમત-ગમત અધિકારી ડો. અમિત ચૌધરી, સિનિયર કોચ ડો.મનસુખ તાવેથીયા, ડો.ચીમન શિયાણીયા વ્યાયામ શિક્ષકો, કોચીસ તથા ખેલાડીઓ ઉપસ્થીત રહી કાર્યક્રમને લાઈવ નિહાળ્યો હતો.

Next Story