Connect Gujarat
ગુજરાત

ખેડા : નવોદય વિદ્યાલય-કઠલાલના નૂતન છાત્રાલયનું કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રીના હસ્તે ખાતમૂર્હૂત કરાયું

શિક્ષણ મંત્રાલયમાંથી અંદાજીત ૧૪ કરોડથી વધુની ગ્રાન્ટ મંજૂર કરાવી અંદાજીત ૫૫૦ વિદ્યાર્થીઓ માટે રહેણાંક અને ભોજનની માળખાગત સુવિધાઓ ઉભી કરાશે.

ખેડા : નવોદય વિદ્યાલય-કઠલાલના નૂતન છાત્રાલયનું કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રીના હસ્તે ખાતમૂર્હૂત કરાયું
X

કેન્દ્રીય સંચાર રાજયમંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે વાલીઓની રજુઆતના પગલે વિદ્યાર્થીઓના હિતમાં સતત પ્રયત્નો કરી શિક્ષણ મંત્રાલયમાંથી અંદાજીત ૧૪ કરોડથી વધુની ગ્રાન્ટ મંજૂર કરાવી અંદાજીત ૫૫૦ વિદ્યાર્થીઓ માટે રહેણાંક અને ભોજનની માળખાગત સુવિધાઓ ઉભી કરાશે. ખેડા જિલ્લા સહિત સમગ્ર મધ્ય ગુજરાતના વિદ્યાર્થીઓ કે, જે કઠલાલ સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ માટેની શૈક્ષણિક યોગ્યતા ધરાવતા અંદાજીત ૫૫૦ વિદ્યાર્થીઓ માટે રહેણાંક અને ભોજનની અત્યાધુનિક માળખાગત સુવિધા ઉભી કરાશે. આ કાર્ય માટે કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય તરફથી અંદાજીત રૂ. ૧૪ કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ખેડાના સાંસદ અને કેન્દ્રીય સંચાર રાજય મંત્રી દેવુસિંહ ચૌહાણે કઠલાલમાં છાત્રાલયના નવા મકાનનું ખાર્તમૂર્હૂત કર્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજય મંત્રી દેવુસિંહ ચૌહાણે કેન્દ્ર અને રાજય સરકારના શિક્ષણના હિતમાં પ્રજાભિમુખ વહીવટને આવકારતા જણાવ્યું હતું કે, કઠલાલમાં જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે ઉભી થનારી આવશ્યક માળખાગત સુવિધા અહીં સૌ વિદ્યાર્થીઓ માટે આર્શિવાદરૂપ બની રહેશે. ખેડા જિલ્લાના કઠલાલમાં આવેલા નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ભોજન સહિત રહેવાની સુવિધા માટેનું મકાન હાલ જર્જરિત છે. વિદ્યાર્થીઓ માટે જરૂરી રહેણાંકની સવલત માટે નવા અત્યાધુનિક મકાનની પણ આવશ્યકતા અને માંગણી પડતર હતી.

જે અંગે ખેડાના સાંસદ અને કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે વાલઓની રજૂઆત બાબતે વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ મંત્રાલયમાં સતત પ્રયત્નો કરી કેન્દ્ર સરકારમાંથી અંદાજીત ૧૪ કરોડની ગ્રાન્ટ મંજૂર કરાવી. જેના થકી કઠલાલના નવોદય વિદ્યાલયના છાત્રાલયના રીનોવેશ સહિત સંકુલમાં અદ્યતન સુવિધાસભર નવુ છાત્રાલય જેમાં છાત્રાલયમાં વિદ્યાર્થીઓના રહેવા અને જમવાની પાયાની સુવિધા ઉપરાંત રીડીંગ રૂમ-લાયબ્રેરી, મીટીંગ હોલ જેવી સંલગ્ન સવલોતોનો પણ સમાવેશ કરાશે. આ શાળા સંકુલમાં રૂા.૭૧૩.૪૩ લાખના ખર્ચે રીનોવેશનની કામગીરી અને રૂ. ૭૮૩.૯૧ લાખના ખર્ચે નવા છાત્રાલયનું નિર્માણ થનાર છે. જૂના છાત્રાલયના જર્જરિત મકાનનું રીનોવેશન કામ આ વર્ષે જૂલાઇ-૨૦૨૨ સુધીમાં પુરૂ કરવાનું આયોજન છે જયારે છાત્રાલયના નવા મકાનનું બાંધકામ જૂલાઇ-૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે.

Next Story