Connect Gujarat
ગુજરાત

ખેડા : નડીયાદના ડભાણ ગામે તાલુકા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર અને પ્રદર્શન યોજાયું

ખેડા જિલ્લાના નડીયાદ તાલુકાના ડભાણ ગામે કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણએ ઉપસ્થિત રહી પશુપાલકોને પ્રોત્સાહિત કર્યા

ખેડા : નડીયાદના ડભાણ ગામે તાલુકા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર અને પ્રદર્શન યોજાયું
X

ખેડા જિલ્લાના નડીયાદ તાલુકાના ડભાણ ગામે કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણએ ઉપસ્થિત રહી પશુપાલકોને પ્રોત્સાહિત કર્યા પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર અને પશુપાલન શાખા ખેડા જીલ્લા પંચાયત નડીયાદ દ્વારા તાલુકા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર કમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અંદાજીત ૩૦૦ જેટલા પશુપાલકો હાજર રહ્યા.

આ પ્રસંગે મીનીસ્ટર ઓફ સ્ટેટ ફોર કોમ્યુનીકેશન ભારત સરકાર અને સાંસદ ખેડા દેવુંસિંહ ચૌહાણ તથા ખેડા જીલ્લા વિકાસ અધિકારીશ્રી એમ કે દવે ઉપસ્થિત રહ્યા. આ શિબિરમાં પશુઆરોગ્ય, પશુઆહાર, પશુસંવર્ધન તથા પશુવ્યવસ્થાપન દ્વારા આદર્શ પશુપાલન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ પ્રસંગે નાયબ પશુપાલન નિયામક ખેડા જીલ્લા પંચાયત ડૉ. સી.એમ.રાણા, નાયબ પશુપાલન નિયામક ઘનિષ્ટ પશુસુધારણા યોજના ડૉ. એ.એ.વાઢેર, મદદનીશ પશુપાલન નિયામક ખેડા જીલ્લા પંચાયત ડૉ. બી.એચ .પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેથલીના વૈજ્ઞાનિક ડૉ. કૌશલ પ્રજાપતિ, એપીએમસી નડીયાદના ડીરેક્ટર ભાવેશ પટેલ, ડભાણ ગામના સરપંચ પ્રિતેશ પટેલ, દૂ.ઉ.સ.મ ડભાણના ચેરમેન અંબાલાલ રાઠોડ, પશુચિકિત્સા અધિકારી નડીયાદ, પશુચિકિત્સા અધિકારી વસો, પશુચિકિત્સા અધિકારી માતર, પશુચિકિત્સા અધિકારી મહુધા, પશુપાલન વિભાગના કર્મચારીઓ, અન્ય પદાધિકારીઓ અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા.

Next Story