Connect Gujarat
ગુજરાત

ખેડા : પીપળાતાના સરકારી આયુર્વેદિક દવાખાને વિનામૂલ્યે અપાતી કટિબસ્તિ અને શિરોધારા જેવી સારવારો...

ખેડા જિલ્લાનું નડિયાદ શહેર મધ્ય ગુજરાતમાં મેડિકલ હબ તરીકે વિક્સી રહ્યું છે. કોરોના મહામારીમાં જ્યારે ખેડા જિલ્લાની આજુબાજુના જિલ્લાઓમાં ઓક્સિજનની અછત હતી

ખેડા : પીપળાતાના સરકારી આયુર્વેદિક દવાખાને વિનામૂલ્યે અપાતી કટિબસ્તિ અને શિરોધારા જેવી સારવારો...
X

ખેડા જિલ્લાનું નડિયાદ શહેર મધ્ય ગુજરાતમાં મેડિકલ હબ તરીકે વિક્સી રહ્યું છે. કોરોના મહામારીમાં જ્યારે ખેડા જિલ્લાની આજુબાજુના જિલ્લાઓમાં ઓક્સિજનની અછત હતી તે સમયે ખેડા જિલ્લામાં સરકાર અને દાતાઓની સહાયથી ઓક્સિજન સ્ટોરેજ ટેન્કો બનાવી જિલ્લા ઉપરાંત આજુબાજુના જિલ્લાઓમાંથી આવતા દર્દીઓને હેમખેમ સારવાર આપી પોતાના ઘરે પરત મોકલ્યા હતા.

ખેડા જિલ્લામાં એલાપેથી અને હોમિયોપેથીકની સાથે સાથે સરકારી આયુર્વેદ હોસ્પિટલો અને દવાખાનાઓએ પણ ગુજરાત તેમજ ગુજરાત બહાર દેશ-વિદેશમાં નામના મેળવી છે. નડિયાદથી અંદાજે 6 કિ.મી દુર આવેલ પીપળાતા ગામે શ્રીમતી મણિબેન ચંદુલાલ પટેલ સરકધારી આર્યુવેદ હોસ્પિટલ ખુબ જ જૂના અને હઠીલા રોગની સરળતાથી સારવાર કરી દર્દીઓના શુભાશીષ મેળવી રહ્યું છે. આ હોસ્પિટલમાં ઇન્ડોર પેશન્ટ માટે 20 બેડની સગવડ છે. ડો. જે.કે.શેલિયાના જણાવ્યા મુજબ જરૂરિયાતમંદ દર્દીઓને આ હોસ્પિટલ ધ્વારા સારવાર કરવામાં આવી રહી છે. સાથે સાથે દર્દીઓને પંચકર્મ ચિકિત્સા જેવી કે, વમન, વિરેચન, બસ્તિ, નસ્ય, રકત મોક્ષણ, ગ્રીવા બસ્તિ, કટિબસ્તિ, અક્ષિતર્પણ, જનુબસ્તિ, નાડી સ્વેદન, શિરોધારા જેવી સારવાર પણ તદન નિ:શુલ્ક ધોરણે કરવામાં આવે છે, અને દર્દીઓને જરૂરીયાત મુજબની દવાઓ પણ નિ:શુલ્ક ધોરણે આપવામાં આવે છે. હોસ્પિટલમાં કેસબારી, ડો.ની OPD રૂમ્સ, માલિસ, શેક, કસરતની અને દવાઓની અલગ રૂમો, પુરૂષો અને સ્ત્રીઓ માટે અલગ અલગ વોર્ડ, ઈન્ડોર પેશન્ટો માટે સવારના ચા-નાસ્તાથી લઈ 2 ટાઈમ જમવાનું પણ સરકાર દ્વારા વિનામૂલ્યે પુરૂ પાડવામાં આવે છે.

Next Story