Connect Gujarat
ગુજરાત

કચ્છ : ડુપ્લિકેટ RC બુકના કૌભાંડનો પર્દાફાશ, મુદ્દામાલ સાથે 3 શખ્સોની ધરપકડ...

કચ્છ જિલ્લામાં વાહનોની બનાવટી આર.સી. બુકના કૌભાંડનો LCB પોલીસની ટીમે પર્દાફાશ કર્યો છે.

કચ્છ : ડુપ્લિકેટ RC બુકના કૌભાંડનો પર્દાફાશ, મુદ્દામાલ સાથે 3 શખ્સોની ધરપકડ...
X

કચ્છ જિલ્લામાં વાહનોની બનાવટી આર.સી. બુકના કૌભાંડનો LCB પોલીસની ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ બનાવમાં ભુજ શહેરના પાટવાડી નાકા પાસેથી 3 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ભુજ શહેરના પાટવાડી નાકા પાસેથી 9 બનાવટી આર.સી. બુક સાથે 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં ફારૂખખાન પઠાણની પૂછપરછમાં તેને વાહનો લે-વેચના ધંધામાં નુકશાની આવતા મૂળ માલિક પાસેથી વાહનો ખરીદ કરીને પોતાના તથા તેની સાથે સામેલ ઈસમો સાથે મળી પોતાના આર્થિક ફાયદા માટે ખોટા નંબરના આધારે બનાવટી ખોટી 18 જેટલી આર.સી. બુક બનાવી હતી. જે પૈકી પ્રાથમિક તપાસમાં 9 જેટલી બનાવટી આર.સી. બુક જપ્ત કરવામાં આવી છે. આરટીઓ અમદાવાદ મારફતે તપાસ કરાવતા આ આર.સી. બુક ખોટી હોવાનું બહાર આવતા પ્રાથમિક તપાસના અંતે LCB પોલીસની ટીમ દ્વારા ભુજ એ' ડિવિઝન પોલીસ મથકે 3 શખ્સો વિરુદ્ધ સરકાર તરફે નામ જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, ત્યારે આ બનાવમાં કુલ 3 શખ્સોને આધાર પુરાવા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. કચ્છ જિલ્લામાં બનાવટી આર.સી. બુક કૌભાંડનો LCB પોલીસે ટીમે પર્દાફાશ કરી ફારૂખખાન પઠાણ, અબ્દુલ અયુબ કુંભાર અને જાકીર હુસૈન જાફર થેઇમની ધરપકડ કરી 9 બોગસ આર.સી. બુક, 2 મોબાઈલ, 1 લેપટોપ અને 1 પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Next Story