Connect Gujarat
ગુજરાત

કચ્છ : કોરોના સામે રક્ષણ મળે તે હેતુસર રાપર પ્રાથમિક શાળા ખાતે આર્યુવેદીક રોપાઓનું વાવેતર

કચ્છ : કોરોના સામે રક્ષણ મળે તે હેતુસર રાપર પ્રાથમિક શાળા ખાતે આર્યુવેદીક રોપાઓનું વાવેતર
X

હાલ ચાલી રહેલ કોરોના મહામારી સામે રક્ષણ આપવા માટે ભારતીય આયુર્વેદ કારગત નીવડી રહ્યો છે, ત્યારે કચ્છ જિલ્લાના રાપર તાલુકાની પ્રાથમિક શાળા ખાતે આર્યુવેદીક રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.

ભારતવર્ષમાં અનેક આયુર્વેદિક દવાઓ કોરોના મહામારી સામે રક્ષણ આપવા માટે ખૂબ જ અસરકારક સાબિત થઈ રહી છે, ત્યારે ભારતીય પરંપરા અને મહાન આયુર્વેદના રચયિતા મહાન ચરકના પગલે કોરોના મહામારી વચ્ચે જુદી જુદી જગ્યાએ વૃક્ષો વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ વૃક્ષો કુદરતી ઓક્સિજન અને આયુર્વેદ પ્રમાણે ઘણા ઉપયોગી સાબિત થાય છે. રાપર વન વિભાગની વિસ્તરણ રેન્જ વનવિભાગ કચેરી દ્વારા રાપર તાલુકામાં આયુર્વેદને લગતા તેમજ કુદરતી ઓક્સિજન આપતા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 1 લાખથી વધુ પ્રમાણમાં જાહેર સ્થળો જેવા કે, બાગ-બગીચા, ધર્મસ્થાનો, જાહેર ચોક, સમાજવાડી, શાળા અને આરોગ્ય કેન્દ્રના પટાંગણમાં વાવેતર કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વિસ્તરણ રેન્જના આરએફઓ આર.કે.પરમાર, કાનજી મકવાણા, એ.વી.પટણી સહિતના અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી. તે અંતર્ગત રાપર શહેરમાં રાજાશાહીના વખતની વર્ષ 1857માં નિર્માણ પામેલ રાપર તાલુકા પ્રાથમિક શાળા નં. 1માં આચાર્ય અશોક ચૌધરી તેમજ અન્ય શિક્ષકોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના શિક્ષકો પિયુષ ચૌહાણ, જેસંગ પરમાર, મોંધી બેરા, ચેતન સુથાર, ગીતા પ્રજાપતિ, હરેશ જાદવ, બાળકા દેસાઈ, અંજના ગઢવી, પુષ્પા પટેલ, મંજુલા આમલીયાર, સંજય ચૌહાણ, મુજાઈદખાન મલિક અને પરબત પટેલ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story