Connect Gujarat
ગુજરાત

કચ્છ : નખત્રાણાની અંગીયા ફાટક નજીક ટ્રક અને જીપ વચ્ચે ગોઝારો અકસ્માત, 3 લોકોના મોત

કચ્છ : નખત્રાણાની અંગીયા ફાટક નજીક ટ્રક અને જીપ વચ્ચે ગોઝારો અકસ્માત, 3 લોકોના મોત
X

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના અંગીયા ફાટક પાસે ગત રાત્રીના સમયે સર્જાયેલ ગોઝારા અકસ્માતના બનાવમાં 3 વ્યક્તિઓના મોત નીપજ્યાં હતા.

મળતી માહિતી અનુસાર, નખત્રાણા તાલુકાના અંગીયા ફાટક પાસે ગત રાત્રીના સમયે જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રાત્રી દરમિયાન સર્જાયેલા અકસ્માતના બનાવમાં જીપનો બુકડો બોલી ગયો હતો. બનાવના પગલે આસપાસના રહેવાસીઓ સ્થળ ઉપર દોડી આવી ઈજાગ્રસ્તોને મદદરૂપ થવા માટે તજવીજ હાથ ધરી હતી. બનાવને લઇને નખત્રાણા પોલીસની ટીમ પણ સ્થળ ઉપર દોડી આવી હતી. સાથે જ 108ની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ભુજની જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સમગ્ર મામલે સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ બનાવમાં 2 વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે, વારંવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે જે ચિંતાજનક બાબત ગણી શકાય તેમ છે, ત્યારે આ બનાવને લઇને પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી છે.

Next Story