Connect Gujarat
ગુજરાત

કચ્છ : પશ્વિમ કચ્છની જનતાને 2 દિવસ સુધી નહીં મળે નર્મદાનું પાણી, વાંચો વધુ...

કચ્છ : પશ્વિમ કચ્છની જનતાને 2 દિવસ સુધી નહીં મળે નર્મદાનું પાણી, વાંચો વધુ...
X

પશ્ચિમ કચ્છમાં 2 દિવસ સુધી નર્મદાનું પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે. જેના કારણે ભુજ નગરપાલિકા દ્વારા લોકોને કરકસરપૂર્વક પાણીનો વપરાશ કરવા અપીલ કરવામાં આવી છે.

અંજારથી કુકમા પેકેજ 1/2ની નવી પાઈપ લાઈનનું કનેકશન અંજાર ખાતેના નવા પમ્પિંગ સ્ટેશન સાથે કરવાનું હોવાથી પશ્ચિમ કચ્છમાં નર્મદાનો પુરવઠો 2 દિવસ બંધ રહેશે. અંજારથી કુકમા જતી લાઈનમાં તા. 23 અને 24 ઓગસ્ટના રોજ પાણી સપ્લાય કરવામાં આવશે નહીં. જેથી ભુજ શહેર, નખત્રાણા અને ખિરસરા (અબડાસા) તાલુકાની જનતાને નર્મદાનું પાણી મળશે નહીં.

ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે, ભુજ શહેર નર્મદા આધારિત છે. પાણી પુરવઠા વિભાગે 2 દિવસની મુદત માંગી છે, જેમાં 3 દિવસનો સમય લાગે તેમ છે, ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા મહત્તમ પાણીનો સંગ્રહ કરવામાં આવશે. હાલમાં ત્રણ 4 દિવસે પાણી વિતરણ થાય છે. આ કાપથી 6થી 7 દિવસે પાણી આપી શકાશે. આ સમયગાળા દરમ્યાન પાણી વિતરણ માટે વધુ 2 ટેન્કર રાખવામાં આવ્યા છે. તેમજ માર્ગ અને મકાન વિભાગ પાસેથી પાણીનું ટેન્કર લેવામાં આવશે. જોકે, સાતમ આઠમનો તહેવાર હોવાથી આ જોડાણ તહેવાર બાદ આપવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી.

Next Story