“તું મારી સાથે સંબંધ કેમ નથી રાખતી” કહી અમરેલીમાં પરિણીતાને પ્રેમીએ છરી ભોંકી દીધી...

સમઢીયાળા ગામમાં પ્રેમ સંબંધમાં પ્રેમીએ પરણીતાને પતાવી દીધી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી

New Update

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ગામમાં પ્રેમ સંબંધમાં પ્રેમીએ પરણીતાને પતાવી દીધી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી હતી. પરણીતાના પ્રેમ સંબંધની જાણ તેના પતિ સહિત પરિવારજનોને થતાં પતિએ પત્નીને ઠપકો આપ્યા બાદ તેના પ્રેમીએ પણ ઠપકો આપ્યો હતો. જે બાબતનો ખાર રાખી પ્રેમી ભાવેશ દાફડાએ 'તે કેમ મારી સાથે સંબંધ પૂરો કરી દીધો' કહી પરિણીતા પર છરી લઇ તૂટી પડ્યો હતો. એક બાદ એક છરીના ઘા ફટકારી મહિલાનું ઢીમ ઢાળી દીધું હતું.

Advertisment

પોલીસના જણાવ્યા અનુસાર, પરિણીતાના પરિવારજનો પ્રેમી યુવકના ઘરે સુરત ગયા હતા. જોકે, યુવક ઘરે હાજર ન હતો, ત્યારે પ્રેમી યુવકના પિતાને પરણિતાના પરિવારજનોએ ઠપકો આપી કહ્યું હતું કે, તમારા છોકરાને કહેજો કે, હવે સંબંધ રાખે નહીં. આ વાત આરોપી ભાવેશને સારી ન લાગતા સુરતથી મોટા સમઢીયાળા આવી ગયો હતો, અને પ્રેમી ઉશ્કેરાઈ જઈ પરણીતા પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જોકે, આ ઘટનાને પગલે પોલીસે હત્યારા આરોપીને ગણતરીની કલાકોમાં જ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment