Connect Gujarat
ગુજરાત

માલધારી સમાજનું આંદોલન સમેટાયું, સીઆર પાટીલે કરાવ્યું સમાધાન

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા મહત્વનો નિર્ણય લેવાયો છે.

માલધારી સમાજનું આંદોલન સમેટાયું, સીઆર પાટીલે કરાવ્યું સમાધાન
X

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા મહત્વનો નિર્ણય લેવાયો છે. CR પાટીલે પોતાની સુરત ઓફિસ માલધારી આગેવાનો સાથે મિટિંગ કરી હતી. આ બેઠકમાં સી.આર પાટીલે માલધારી સમાજના આગેવાનોને બાંહેધરી આપી હતી કે, 'દિવાળી સુધી કોઈ તબેલા હટાવવામાં નહીં આવે. દિવાળી બાદ વૈકલ્પિક વ્યવસ્થા કરી આગળની કાર્યવાહી કરાશે.

' આ મામલે CR પાટીલ સરકારમાં પ્રસ્તાવ મૂકી ડિમોલિશનની કામગીરી બંધ કરશે. સમાજના આગેવાનો અને ધર્મગુરુઓ ની હાજરીમાં સાંજ સુધી આંદોલન સમેટાશે.સુરતમાં તબેલા પર બુલડોઝર ફેરવવા મામલે બાવળીયાળી મંદિરના મહંત રામ બાપુ માલધારી ના સમર્થનમાં હતા. માલધારીઓ સાથે રેલી લઈ ડભોલી સત્યાગ્રહ છાવણી ખાતે તેઓ પહોંચ્યા હતા. છાપરાભાઠા રોડ અમરોલી થી રેલી નીકાળવામાં આવી હતી. ડભોલી રોડ થઇને માલધારી ની રેલી સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી હતી અમદાવાદ સહિત રાજ્યભરમાં માલધારી મહા પંચાયત દ્વારા માલધારી વેદના રેલી કાઢવામાં આવી. 11 સાથે માલધારી વેદના રેલીનું આયોજન કરવામાં આવ્યું.શહેરોમાં નવા ગામડાના ભેળવવાની માલધારી ની માંગ છે. ત્યારે અમદાવાદમાં આજે બાપુનગર થી છેક લાલ દરવાજા સુધી રેલી નીકાળવામાં આવી. માલધારી વસાહત માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી તેમજ ધાસચારો બંધ કરાવવાનું જાહેરનામું પરત ખેંચવાની માલધારીઓ માંગ કરી રહ્યાં છે.

Next Story