મહેસાણા : કડી ખાતે ભારતીય કિશાન સંઘનું પ્રદેશ અધિવેશન યોજાયું

અધિવેશનમાં ભારતીય કિશાન સંઘની મોરબી જિલ્લાની ટીમે હાજર રહી જિલ્લાના ખેડુતોના પ્રશ્નો ભારપુર્વક ઉઠાવ્યાં હતાં.

New Update

મહેસાણા જિલ્લાના કડી ખાતે ભારતીય કિશાન સંઘનું પ્રદેશ અધિવેશન યોજાયું હતું. જેમાં ખેડુતોના વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સાંપ્રત સમયમાં ખેડુતો કુદરતી તથા કૃત્રિમ આફતોનો સામનો કરી રહયાં છે ત્યારે ખેડુતોની અનેક સમસ્યાઓ અને પ્રશ્નો છે. તેમના નિવારણ અથવા યોગ્ય ઉકેલ શોધવાના આશયથી ભારતીય કિશાન સંઘના પ્રદેશ અધિવેશનનું આયોજન મહેસાણાના કડી મુકામે કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસના અધિવેશનમાં જમીન રીસર્વેમાં થયેલા ગોટાળા દુર કરવા, પાક વિમાના પ્રશ્નોનો હલ લાવી વળતર ચુકવવું, વીજમીટર દુર કરી ફીકસ ચાર્જથી વીજળી આપવી સહિતની માંગણીઓ દોહરાવવામાં આવી હતી.સમગ્ર ગુજરાત રાજયમાં સિંચાઇ માટે પુરતું પાણી આપવામાં આવે તેમજ કચ્છ જિલ્લામાં પિયત માટે નર્મદાના નીર આપવાની માંગ પણ અધિવેશનમાં કરાય હતી. અધિવેશનમાં ભારતીય કિશાન સંઘની મોરબી જિલ્લાની ટીમે હાજર રહી જિલ્લાના ખેડુતોના પ્રશ્નો ભારપુર્વક ઉઠાવ્યાં હતાં.

Advertisment