ખાનગી નર્સિંગ કોલેજમાં ગેરરીતિ મુદ્દે CMને રજૂઆત કરતા MLA ચૈતર વસાવા

નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિવિધ ખાનગી નર્સિંગ કોલોજોની કાર્ય પદ્ધતિ પર આક્ષેપ કર્યા હતા,અને ગેરરીતિ મુદ્દે મુખ્યમંત્રી સુધી પત્ર લખીને રજુઆત કરી હતી.

New Update
Advertisment
  • ખાનગી નર્સિંગ કોલેજો પર ગેરરીતિના આક્ષેપ

  • MLA ચૈતર વસાવાએ નર્સિંગ કોલેજો પર લગાવ્યો આરોપ

  • વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કરવામાં આવે છે ચેંડા

  • કોલેજોમાં વિદ્યાર્થીઓની સુવિધાનો પણ છે અભાવ

  • ચૈતર વસાવાએ પત્ર લખીને મુખ્યમંત્રીને કરી રજૂઆત

Advertisment

નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિવિધ ખાનગી નર્સિંગ કોલોજોની કાર્ય પદ્ધતિ પર આક્ષેપ કર્યા હતા,અને ગેરરીતિ મુદ્દે મુખ્યમંત્રી સુધી પત્ર લખીને રજુઆત કરી હતી.

નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજ્યના મુખ્યમંત્રીઆરોગ્ય મંત્રી સહિત આરોગ્ય કમિશનરને પણ એક મહત્વપૂર્ણ મુદ્દા પર પત્ર લખ્યો હતો.આ પત્રમાં ધારાસભ્ય ચૈતર વસાવા જણાવ્યું હતું કેઅંબાજી થી ઉમરગામ વિસ્તારમાં A.N.M,G.N.M. નર્સિંગ કોર્ષ ચલાવવા માટે સરકારની પરવાનગીથી ઘણી સંસ્થાઓ નર્સિંગ કોલેજો ચલાવી રહી છે.છેલ્લા ત્રણ મહિનાથી વિદ્યાર્થીઓ અને વાલીઓની અનેક રજૂઆતો અમારા સમક્ષ આવી છે.આ સંસ્થાઓ 12 પાસ વિદ્યાર્થીઓને ગામડેથી સારી સારી લોભામણી જાહેરાતો કરીનેઓરિજિનલ ડોક્યુમેન્ટ ઉઘરાવતી હોય છે.

એડમીશન આપવાના નામે ત્રણ વર્ષ માટે બે થી અઢી લાખની ફી પણ ઉઘરાવે છે.જોકે પોતાના  પ્રેક્ટિકલ માટેના સાધનો કે લેબ કે કોઈ કોચિંગ માટેના ક્લાસ ચાલતા ન હોવા છતાભણાવતા ન હોવા છતાંવર્ષ થાય એટલે પરીક્ષા આપવા માટે રાજ્ય બહારના કર્ણાટક રાજ્યમાં બેંગ્લોર ખાતેની યુનિવર્સીટીઓમાં પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓને અહીંથી લઇ જવામાં આવે છે.જેની પણ ફી વસુલવામાં આવે છે.ચૈતર વસાવાએ આ ઉપરાંત અન્ય ગેરરીતિના આક્ષેપો પણ નર્સિંગ કોલોજે પર કર્યા છે,અને દિન સાતમાં રાજ્ય સરકાર દ્વારા જરૂરી પગલા લેવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી તેઓએ ઉચ્ચારી હતી.

 

Latest Stories