Connect Gujarat
ગુજરાત

નરેશ પટેલ ગુજરાત કોંગ્રેસના CM પદના ઉમેદવાર બનશે, આ મોટા નેતાઓએ ખેલ પાડ્યો

નરેશ પટેલનું કોંગ્રેસમાં જોડાવાનું નક્કી હોવાનું મનાઈ રહ્યું છે. લાંબા સમયથી નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશે છે તેવી ચર્ચા ચાલી રહી છે

નરેશ પટેલ ગુજરાત કોંગ્રેસના CM પદના ઉમેદવાર બનશે, આ મોટા નેતાઓએ ખેલ પાડ્યો
X

પાટીદાર આગેવાન નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે ચાલી રહેલી ચર્ચા પર હવે બ્રેક લાગી શકે છે. કારણ કે પાટીદાર આગેવાન નરેશ પટેલનું કોંગ્રેસમાં જોડાવાનું નક્કી હોવાનું મનાઈ રહ્યું છે. લાંબા સમયથી નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશે છે તેવી ચર્ચા ચાલી રહી છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નરેશ પટેલ કોંગ્રેસ CM પદનો ચહેરો હશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સમગ્ર ઓપરેશન પાર પાડ્યુ છે 26 માર્ચે કેનેક્ટ ગુજરાતે ખબર દર્શાવી હતી કે પ્રશાંત કિશોર ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ માટે મહત્વનો રોલ નિભાવી હવે આ ખબર સત્ય સાબિત થઇ રહી છે

પ્રશાંત કિશોરને ગુજરાતમાં કોંગ્રેસનું કેમ્પેન કરવાની ઈચ્છા છે. તેમણે રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે બેઠક પણ કરી હતી, ત્યારે કોંગ્રેસમાં એક બાદ એક અનેક બેઠકો બાદ આખરે રાહુલ ગાંધીએ PKને ગુજરાત પ્રચારની કમાન સોંપવાનો નિર્ણય ફાઇનલ કર્યો હોવાનું સૂત્ર તરફથી સામે આવી રહ્યું છે. ખાસ વાત છે કે PKની ગુજરાત કોંગ્રેસમાં એન્ટ્રીથી નરેશ પટેલ પણ કોંગ્રેસમાં જ જશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. નોંધનીય છે કે નરેશ પટેલ અને પ્રશાંત કિશોર વચ્ચે પહેલા પણ મુલાકાત થઈ ચૂકી છે..

અને નરેશ પટેલે કોંગ્રેસ સામે પણ પાર્ટીમાં જોડાવવા માટે શરત મૂકી હતી કે જો PK ને પ્રચાર સોંપવામાં આવે તો જ તેઓ કોંગ્રેસમાં આવશે. એવામાં આ શરત હવે રાહુલ ગાંધી પૂરી કરવા જઈ રહ્યા છે.રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત આખા ઓપરેશન ની કમાન સંભાળી રહ્યા છે રાજ્યમાં કોંગ્રેસ પ્રથમ વાર ચૂંટણીમાં સીએમનો પદના ચહેરા સાથે મેદાનમાં ઉતરશે રાજ્યમાં દરેક રાજકીય પાર્ટી નરેશ પટેલને પોતાની સાથે લેવા આતુર છે પણ હવે સ્થિતિ સ્પષ્ટ થઇ રહી છે કે નરેશ પટેલ ભાજપ સામે કોંગ્રેસનો ચહેરો બનશે .

Next Story