Connect Gujarat
ગુજરાત

નરેશ પટેલ ખોડલધામના ચેરમેન પદેથી આપશે રાજીનામું, રાજનીતિમાં એન્ટ્રી નક્કી

નરેશ પટેલે હવે એપ્રિલ મહિનામાં રાજકારણમાં પ્રવેશ અંગે નિર્ણય લેશે

નરેશ પટેલ ખોડલધામના ચેરમેન પદેથી આપશે રાજીનામું, રાજનીતિમાં એન્ટ્રી નક્કી
X

હાલ ગુજરાતની રાજનીતિ માં અનેક મુદ્દાઓ ચર્ચાઈ રહ્યા છે તેમાંનો એક નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે છે. નરેશ પટેલ કોઈ રાજકીય પક્ષમાં જોડાય તે પહેલા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નરેશ પટેલની રાજકારણમાં એન્ટ્રી નિશ્ચિત છે. નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશતા પહેલા ખોડલધામ છોડશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, નરેશ પટેલ ખોડલધામના ચેરમેન પદેથી રાજીનામું આપશે.

નરેશ પટેલના સ્થાને દિનેશ કુંભાણી ખોડલધામના ચેરમેન બને તેવી શક્યતા છે. દિનેશ કુંભાણી નરેશ પટેલની નજીકના વ્યકિત છે.બીજી તરફ ખોડલધામના ટ્રસ્ટી નો વિપરીત મત છે. ખોડલધામના ટ્રસ્ટી તર્ક આપ્યો છે. જો બાબુ જમના પટેલ ઉમિયાધામ ના પ્રમુખ બની શકે તો નરેશ પટેલ ખોડલધામના ચેરમેન કેમ ન રહે. જો કે સમગ્ર મુદ્દે નરેશ પટેલનો નિર્ણય આખરી રહેશે.આજે સાંજે પ્રેસ કોન્ફરન્સ પહેલાં ખોડલધામની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં તમામ ટ્રસ્ટીઓ હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. નરેશ પટેલ 15 દિવસ માટે જર્મની જતા હોવાની શક્યતા છે. નરેશ પટેલ વિદેશ ગમન ની તૈયારી કરી રહ્યા છે.

નરેશ પટેલના રાજકીય પ્રવેશ માટે હજુ રાહ જોવી પડી શકે છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરીયા નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે કહ્યું કે, આજે નરેશ પટેલ કોઈ નિર્ણય નહીં લે. ટ્રસ્ટની કમિટી રચાશે ત્યારબાદ નરેશ પટેલ નિર્ણય લેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નરેશ પટેલે હવે એપ્રિલ મહિનામાં રાજકારણમાં પ્રવેશ અંગે નિર્ણય લેશે. આ અગાઉ 20થી 30 માર્ચ સુધીમાં નિર્ણય જાહેર કરવાની વાત કરી હતી. પરંતુ બિઝનેસ ના કામોમાં વ્યસ્તતાના કારણે નિર્ણયમાં વિલંબ થયો છે. જો કે, થોડા દિવસોમાં મોટી સભા બાદ નિર્ણય જાહેર કરી શકે છે.

Next Story