Connect Gujarat
ગુજરાત

નર્મદા : સરદાર સરોવર નર્મદા ડેમમાં 6.54 લાખ ક્યુસેક પાણીની આવક, જળ સપાટીમાં સતત વધારો...

ઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા નર્મદા જિલ્લાના સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે

નર્મદા : સરદાર સરોવર નર્મદા ડેમમાં 6.54 લાખ ક્યુસેક પાણીની આવક, જળ સપાટીમાં સતત વધારો...
X

ઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા નર્મદા જિલ્લાના સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે,જ્યાં 23 દરવાજા 3.25 મીટર ખોલી 5 લાખ ક્યુસેક અને રીવરબેડ પાવરહાઉસના 6 ટર્બાઇન મારફતે 44,603 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાય રહ્યું છે.

નર્મદા નદીમાં કુલ જાવક 5,44,603 ક્યુસેક રહેશે, જ્યારે કેનાલ હેડ પાવરહાઉસમાંથી 18,572 ક્યુસેક પાણી કેનાલમાં છોડાઈ રહ્યું છે. હાલ ડેમમાંથી કુલ જાવક 5,63,176 ક્યુસેક નોંધાઈ છે. ઉપરવાસમાં પડી રહેલ વરસાદ અને ડેમોમાંથી સતત છોડવામાં આવી રહેલ પાણીને ધ્યાને રાખીને 24 કલાકમાં તબક્કાવાર પાણી છોડીને સપાટીને 1.50 મીટર સુધી ઘટાડવામાં આવી,હવે 6.53 લાખની આવક સામે દિવસભર 5.63 લાખ ક્યુસેક પાણી જ છોડાશે, વધારાનું પાણી ડેમમાં સંગ્રહ કરીને ભરૂચ વિસ્તારમાં પૂરની અસરો ઓછી કરવા નર્મદા નિગમ દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. નિગમના અધિકારીઓ દ્વારા ડાઉન્સ્ટ્રીમના વિસ્તારોને પૂરની અસરોથી બચાવવા માટે સતત નિરીક્ષણ હાથ ધરાઈ રહ્યું છે.

Next Story