તારીખ 31મી ઓકટોબરના રોજ ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશના પ્રવાસે હોવાથી તેઓ હાજર રહી શકશે નહિ. અમિત શાહ શનિવારે રાત્રે વડોદરા એરપોર્ટ આવશે અને ત્યાંથી બાય રોડ કેવડીયા જશે અને કેવડીયામાં તેઓ રાત્રિ રોકાણ કરવાના છે.
રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેવડિયામાં ઉપસ્થિત રહેશે. તેમની હાજરીમાં રાષ્ટ્રીય એક્તા પરેડ યોજાશે. 31મી ઓક્ટોબરે એકતા દિવસ છે અને પ્રતિવર્ષસ્ટેચ્યુ ઓફ યુનિટીસ્ટેચ્યુ ઓફ યુનિટીસ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેને લઈને આજે અમિત શાહ વડોદરા એરપોર્ટથી બાય રોડ રાત્રે કેવડિયા પહોંચશે અને રાત્રી રોકાણ કેવડિયા સર્કિટ હાઉસ ખાતે કરશે. ત્યારબાદ આવતીકાલે સવારે 8 વાગે અમિત શાહ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક્તા પરેડમાં ભાગ લેશે. આ પ્રસંગે તેમની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજરી આપશે. ગૃહમંત્રી અમિત શાહના અન્ય પ્રવાસની વાત કરીએ તો તેઓ આણંદમાં અમિત શાહ અમૂલના 75 યર્સ ઓફ મિલ્ક એન્ડ પ્રોગ્રેસ નામના એક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. કેવડિયામાં એક્તા પરેડમાં ભાગ લીધા બાદ અમિત શાહ 11.30 કલાકે ગૃહમંત્રી હેલિકોપ્ટર દ્વારા આણંદ જવા રવાના થશે.