Connect Gujarat
ગુજરાત

નર્મદા:કેવડીયામાં આવતીકાલે ભાજપની કારોબારી બેઠક, વિધાનસભાની ચૂંટણી અંગે કરાશે મંથન

કેવડિયા કોલોની સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મળનાર આ બેઠક ત્રણ દિવસ સુધી ચાલનાર છે.

નર્મદા:કેવડીયામાં આવતીકાલે ભાજપની કારોબારી બેઠક, વિધાનસભાની ચૂંટણી અંગે કરાશે મંથન
X

આવતી કાલે કેવડિયા ખાતે ભાજપ પ્રદેશ કારોબારી બેઠક યોજાવા જઈ રહી છે કેવડિયા કોલોની સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મળનાર આ બેઠક ત્રણ દિવસ સુધી ચાલનાર છે. જેમાં ભાજપના મંત્રીઓ તેમજ પદાધિકારીઓ સહિત આગેવાગનો પણ ઉપસ્થિત રહેશે, કારોબારી બેઠકમાં સાંસદો, મંત્રી પરસોતમ રૂપાલા, મનસુખ માંડવીયા સહિત મહેન્દ્ર મુંજપરા, દેવુસિંહ ચૌહાણ, દર્શનાબેન જરદોશ તેમજ રાજ્યના તમામ સાંસદ, ધારાભ્યો, પ્રદેશ હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે. મહત્વનું છે કે કેવડિયા કોલોની ખાતે 1 થી 3 સપ્ટેમ્બર સુધી મળનારી આ કારોબારીમાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહના હસ્તે ગુજરાત ડિજિટલ કનેક્ટ પ્રોજેક્ટનું પણ લોન્ચિંગ કરવામાં આવશે સાથે જ હોદ્દેદારોને 588 ટેબ્લેટ આપવામાં આવશે. આ કારોબારીને લઈને અનેક ચર્ચાઓ જાગીરહી છે, મહત્વનું છે કે ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ અંગે મહત્વની ચર્ચાઓ કરવામાં આવશે. તેમજ સરકારના કામોને લોકો સુધી પ્રજાસુધી કેવી રીતે તેને લઈ ચર્ચામાં કરવામાં આવે તેવું પણ મનાઈ રહ્યું છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના કાર્યકાળની બીજી પ્રદેશ કારોબારીની બેઠક કેવડિયામાં યોજાશે. જેમાં વિધાનસભાની ચૂંટણી અંગેનો રોડ મેપ તૈયાર કરવામાં આવશે, આ માટે સી.આર પાટીલની અધ્યક્ષતામાં મળનારી કારોબારી બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ બેઠકના વિવિધ એજન્ડાની સાથે કારોબારી સભ્યો માટે ખાસ ગાઈડલાઈન આપવામાં આવી છે. જેમાં ભાજપના પદાધિકારીઓ પોતાની ખાનગી કારને બદલે ટ્રેન કે બસથી આવવાનું સુચન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે ભાજપની મળનાર આ કારોબારી બેઠક પ્રથમવાર પેપરલેશ હશે.

Next Story
Share it