નર્મદા : સી-પ્લેન સેવા બંધ છતાં એરોડ્રામે ફરજ બજાવતા સુરક્ષાકર્મી, પુનઃ સેવા શરૂ થાય તેવી લોક માંગ

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. જોકે, હવે આ સેવા છેલ્લા 1 વર્ષથી બંધ છે

New Update
નર્મદા : સી-પ્લેન સેવા બંધ છતાં એરોડ્રામે ફરજ બજાવતા સુરક્ષાકર્મી, પુનઃ સેવા શરૂ થાય તેવી લોક માંગ

નર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. જોકે, હવે આ સેવા છેલ્લા 1 વર્ષથી બંધ છે, ત્યારે સી-પ્લેન સેવા પુનઃ શરૂ થાય તેવી સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ અને કેવડીયા વચ્ચે પ્રવાસીઓ માટે સી-પ્લેન સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. પરંતુ કેવડિયા અને અમદાવાદમાં તેના મેન્ટેનન્સની કોઈ વ્યવસ્થા ન હોવાથી અમુક કલાકોની ઉડાન બાદ તેને મેન્ટેનન્સ માટે માલદિવ મોકલવામાં આવ્યું છે, ત્યારે સી-પ્લેનને માલદિવ મોકલ્યા બાદ ફરી પરત ફર્યું નથી. છેલ્લા 1વર્ષ થી સી-પ્લેન સેવા બંધ છે, ત્યારે સૌ કોઈ સી-પ્લેન પુનઃ શરૂ થાય તેવી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સી-પ્લેન માટે કેવડીયા વોટર એરોડ્રામ હાલમાં ધૂળ ખાઈ રહ્યું હોય તેવી સ્થિતિમાં છે. ત્યાં ફ્લાઇટ આવતી ન હોવા છતાં 24 કલાક સુરક્ષાકર્મીઓ ફરજ બજાવી રહ્યા છે. જોકે, હાલ આ વોટર એરોડ્રામને નવરૂપ રંગ કરી નવો લુક આપવામાં આવ્યો છે. આ વોટર એરોડ્રામને જોવા હાલ તો માત્ર પ્રવાસીઓ આવી રહ્યા છે, ત્યારે હવે પ્રવાસીઓ પણ સી-પ્લેનની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જોકે, આ વોટર એરોડ્રામને રીનોવેશન કરવામાં આવ્યું છે, તો સી-પ્લેન ક્યારે શરૂ થશે અને વહેલીતકે આ સેવા શરૂ થાય તેવી માંગ ઉઠી છે.

Latest Stories