Connect Gujarat
ગુજરાત

નવસારી: શ્રાવણ માસના પ્રથમ સોમવારે મીની સોમનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી

હિંદુ ધર્મમાં શ્રવણ માસ અનોખું મહત્વ ધરાવે છે ત્યારે બીલીમોરા ખાતે આવેલું મીની સોમનાથ જે દક્ષિણ ગુજરાતના ભક્તો માટે એક આસ્થાનું કેન્દ્ર છે

X

શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે નવસારીમાં અતિ લોકપ્રિય અને આસ્થાના ધામ એવા બિલીમોરાના મીની સોમનાથ મંદિરમાં શ્રાવણ માસના પહેલા સોમવારે ભાવિક ભક્તોની ભીડ જોવા મળી

હિંદુ ધર્મમાં શ્રવણ માસ અનોખું મહત્વ ધરાવે છે ત્યારે બીલીમોરા ખાતે આવેલું મીની સોમનાથ જે દક્ષિણ ગુજરાતના ભક્તો માટે એક આસ્થાનું કેન્દ્ર છે એમાં શ્રાવણના પહેલા સોમવારે ભક્તોની ભીડ જોવા મળી હતી વહેલી સવારથી જ મંદિરના દ્વાર ખુલતા હર હર ભોલેના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું બીલીમોરામાં આવેલ લોકોના આસ્થાના પ્રતિક સમા ભગવાન ભોળાનાથ મહાદેવના પૌરાણિક સોમનાથ મંદિરમાં શિવજી સ્વયંભુ શિવલિંગ સ્વરૂપે બિરાજે છે. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે શિવાલય ભક્તોથી ગુંજી ઉઠ્યા હતા. બીલીમોરામાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરી ભક્તો શિવમય થયા હતા.

Next Story